Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

કેતન ભટ્ટ

અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચનો આપતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેજિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયોદાહોદ:- દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી અને રસ્તાઓના દબાણ દૂર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જુથ વીમા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, પ્રાંત અધિકારી શ્રીઓ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારીશ્રીઓ અને અરજદારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગુજરાતમાં ન્યાયતંત્રના માળખાને મજબૂત કરવા રૂ. 565 કરોડના પ્રોજેક્ટનું ઈ-લોન્ચિંગ કરાયું

gujaratjanekta

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial