Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

કાયમી મફત વીજળી માટે તમારે કેટલો ખર્ચ કરવાનો? : કેટલી સબસિડી મળશે? A to Z માહિતી જલદી જુઓ

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 30 હજારથી 60 હજાર રૂપિયાની સબસીડી, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 60000 રૂપિયાની સબસીડી મળે છે. 78000 અને 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી માત્ર રૂ. 78000 છે.નોકરિયાતોથી લઈને બિઝનેસમેન અને મિડલ ક્લાસથી લઈને ઉચ્ચ વર્ગના લોકો પોતાના ઘરોની છત પર સોલર રૂફટોપ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવા માંગે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ સિસ્ટમ પર સબસીડી આપી રહી છે. તમે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ (Solar Rooftop) કરાવવા માટે બેંકલોન પણ લઇ શકો છો. તેમજ સોલર એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે ઘણી કંપનીઓ પણ આગળ આવી રહી છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે, ઘરના બજેટ અને વપરાશ અનુસાર કેટલા કિલોવોટની સોલર પેનલ લગાવડાવવી જોઈએ અને કેટલા કિલોવોટનાં સોલાર પ્લાન્ટ પર કેટલી સબસીડી (Government subsidy for solar panel) મળવા પાત્ર રહે છે. ત્યારે અહીં તમને તે અંગે બધી જાણકારી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારનું લક્ષ્ય 75 હજાર કરોડની સૂર્યઘર યોજના અંતર્ગત દર મહિને 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી આપવાનું છે. ભારતમાં સામાન્ય રીતે 3-4 પ્રકારની સોલાર પેનલ્સ લગાવવામાં આવે છે. જેમાં પોલિક્રિસ્ટલાઇન સોલર પેનલ, નોક્રિસ્ટલાઇન સોલર પેનલ, બાઈફેશિયલ સોલર પેનલ અને હાફ કટ મોનો પર્ક સોલર પેનલનો સમાવેશ થાય છે. જોકે, તમે જ્યારે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવવા માટે અરજી કરશો, તો સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ જ તમને સોલાર પેનલ લગાવી આપશે અને તમારે માત્ર મેન્ટેનન્સ ખર્ચ જ આપવાનો રહેશે.

જાણો કેટલી સબસીડીઃ

કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 1થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 30 હજારથી 60 હજાર રૂપિયા, 2થી 3 કિલોવોટની સોલર પેનલ લગાવવા માટે 60 હજારથી 78 હજાર રૂપિયા અને 3 કિલોવોટથી વધુની સોલાર પેનલ લગાવવા માટે પણ 78 હજાર રૂપિયાની સબસીડી આપે છે.કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવવા પર સબસીડી આપે છે. ધારો કે જો કેન્દ્ર સરકાર 60 ટકા સબસીડી આપે છે, તો રાજ્ય સરકાર તમને 30-40 ટકા સબસીડી આપે છે. તેમજ તમે બેંકો પાસેથી લોન લઈને પણ સોલર પેનલ લગાવડાવી શકો છો.

અહીં કરો અરજીઃ જો તમે તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માંગો છો તો ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ https://solarrooftop.gov.in અને https://pmsuryaghar.com/ પર જઈને અરજી કરી શકો છો.

 

Share

Related posts

મહિલાઓને ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે આવનાર ધૂળેટીના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે સંસદ સંપર્ક અભિયાનની શરુઆત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial