Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરમાં 11-04-2024 અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હોળી પછી નવવિવાહિત મહિલા પોતાના પિયરમાં કુંવારી કન્યાઓ સાથે મળી ગણગૌર પર્વ ઊજવતી હોય છે. ગણ એટલે શિવ અને ગૌર એટલે માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગીતામંદિર ખાતે થી વાજતે ગાજતે ગણગૌર સાથે નગરના માર્ગો પર ફર્યા હતા.
નગરના માર્ગો પર ગણગૌર લઈ નીકળનાર અગ્રવાલ સમાજની મહિલાઓ ગરબા રમતા તેમજ મારવાડી ગીતો ગાતા નીકળ્યા હતા. આ વ્રત કુંવારી કન્યાઓ મનવાંછિત પતિ અને વિવાહિત મહિલાઓ પોતાના પતિની સુખ સમૃદ્ધિ માટે કરતી હોય છે. આજરોજ ગણગૌર પર્વની ઉજવણી પ્રસંગે અગ્રવાલ સમાજની મહિલાઓ ગણગૌર લઈ નગરના માર્ગો પર ફરી રામસાગર પર પહોંચી હતી .રામસાગર તળાવ ખાતે પહોંચી દરેક મહિલાઓએ ગણગૌરની છેલ્લી પૂજા અર્ચના કરી મારવાડી ગીતો ગાયા હતા. છેલ્લે ભાવવિભોર વાતાવરણ વચ્ચે મહિલાઓએ ગણગૌરને રામસાગર તળાવમાં વિસર્જન કરી વિદાય આપી હતી.

Share

Related posts

જાણો મહીસાગર જીલ્લામાં કયા ગામમાં કુલ કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર ?? – કેટલાક ગામોમાં જુની પાઈપ લાઈન ઉપર નવી લાઈન બતાવી સરકારી નાણાંની એૈસી કી તૈસી !!

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં કૃષ્ણ ભક્તિ તથા દેશ ભકિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની કારોબારી બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial