Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ગીતા જયંતિ સપ્તાહની ઉજવણી બી.એમ.હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી

પંકજ પંડિત.

આ પ્રોગ્રામમાં જિયા કમલ નામની મુસ્લિમછોકરીએ ગીતા વિશે સારું વક્તવ્ય આપ્યું હતું જે પ્રથમ નંબરે વિજેતા બની હતી.

ગીતા જયંતિ સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રી કેશવ સેવા સમિતિ દાહોદ તથા શ્રી ગાયત્રી પરિવાર દાહોદના સંયુક્ત ઉપક્રમે ઝાલોદ નગરની બી.એમ.હાઇસ્કૂલ વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં 70 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધું હતું. વિધાર્થીઓએ રસ પૂર્વક ભાગ લઈ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં યોજાયેલ સ્પર્ધાઓમાં નિબંધ સ્પર્ધા, વક્રુત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ભગવદ ગીતા પઠન તેમજ વ્યક્તિગત ભજન સ્પર્ધા રાખવામાં આવેલ હતી.
પ્રખર વક્તા યોગેશ પરમાર, ડૉ નરેન્દ્ર બસર, ડાહ્યાભાઈ પટેલ, કેળવણી મંડળના મંત્રી હસમુખ પટેલ, સામાજિક કાર્યકર્તા અગ્નેશ પંચાલ, આચાર્ય એમ.એમ.પટેલ, સાસ્વત ભાઇઓ, બહેનો તેમજ વિધાર્થીઓ એ હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ધર્મેશ પંચાલ તથા નરેન્દ્ર ડાભીએ કર્યું હતું.
પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ભેંટ સ્વરૂપે પુસ્તક આપી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર સર્વ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ પ્રોગ્રામમાં સહુ થી મોટી વિશેષતા એ હતી કે જિયા કમલ નામની મુસ્લિમછોકરી એ ગીતા વિશે સારું વક્તવ્ય આપ્યું હતું જે પ્રથમ નંબરે વિજેતા બની હતી.

Share

Related posts

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

મોરવા (હ) અને કાલોલ તાલુકાની શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી આતંકવાદનો વિરોધ નોંધાવી.. જુમ્મા ની નમાજ અદા કરાઈ…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial