Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દાહોદ જીલ્લામાં વેટલેન્ડ પક્ષીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ : ૩૦૦૦ કરતા વધુ પક્ષીઓનું આગમન – જુઓ VIDEO

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

કહેવાય છે કે પક્ષીઓને કોઈ સીમા નડતી નથી અને એટલે જ ગુજરાતમાં પક્ષીરાજ નું આગમન સમયાંતરે થતુ આવે છે. ગુજરાતમાં ખાસ કરીને દાહોદ જીલ્લો એટલે પ્રાકૃતિક વનસ્પતિ, વન્યજીવો, વનપેદાશોનો ખજાનો.

જુઓ VIDEO

  દેવગઢબારિયા વન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં 16-17 ડિસેમ્બર દરમિયાન વેટલેન્ડ ના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રાથમિક વસ્તી ગણતરી ડીસીએફ, બારિયા આર.એમ.પરમાર ના માર્ગદર્શન હેઠળ 23-24 ડિસેમ્બરના તથા 30.31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ વસ્તી ગણતરીમાં બારિયા વન વિભાગના સંકલનમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચર ના સભ્યો નો પણ સહકાર લેવામાં આવ્યો. જેમાં દાહોદ,ઝાલોદ,ગરબાડા, સિંગવડ,બારીયા સહિત તમામ તાલુકા ના તળાવ જેવા કે ફુટેલાવ, કબુતરી ડેમ, પતંગડી,દશલા,ફુલપરા, નગરાલા ભુલર જેવા વિવિધ તળાવો માં ગણતરી હાથ ધરવામાં આવી.

સારા પ્રમાણ માં ટોળાઓમાં પક્ષીઓ જોવા મળયા.એક નવો ટ્રેન્ડ શરૂ કરીને, ગુજરાત વન વિભાગ ઈ-બર્ડ એપનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીનું આયોજન કરી રહ્યું છે. ઇ-બર્ડ એપના યોગ્ય ઉપયોગ માટે સંસ્કાર એડવેન્ચર અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સ્ટાફ અને સ્થાનિક સ્વયંસેવકો માટે આરએફઓ સાથે સંકલનમાં જાગૃતિ અને તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદમાં વિવિધ સ્થળોએ 100 થી વધુ પ્રજાતિઓ અને ત્રણ હજાર પક્ષીઓ જોવામાં આવ્યા છે. સૌથી વધુ આકર્ષણ નું કેન્દ્ર Red Crested pochard (લાલ ચાંચ કારચિયા) બની રહી.આ પક્ષી ફુટેલાવ,દશલા અને કબૂતરી તળાવો માં સારા પ્રમાણ માં જોવા મળી. આખરી પક્ષી ગણતરી આગામી મહિનામાં કરવામાં આવશે.

Share

Related posts

ભાજપને તેના જ ગઢ સુરતમાં મોટો ઝટકો લાગ્યો, આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પાર્ટી છોડી દીધી

gujaratjanekta

રેડક્રોસ દ્વારા રક્ત દાતાઓ નું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial