બ્યુરો ચીફ કેતન ભટ્ટ
મોદીની ગેરેન્ટી વાળી ગાડી તમારા આંગણે આવી છે.અને અનેક યોજનાઓના લાભ લઈને આવી છે.આ યોજનાઓ તમારા માટે છે અને તમારા મોદીજીએ મોકલી છે જેનો આપ લાભ લેશો મંત્રી શ્રી બચુભાઈ ખાબડ
દાહોદ:-વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરશે,ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યકર્મો યોજાઈ રહ્યા છે.અને લોકો ઉત્સાહ સાથે રથને આવકારે છે.
ધાનપુર તાલુકાના ઘડા ગામે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામડે ગામડે ફરવાનો છે. અને આ રથ મોદીની ગેરેન્ટી વાળો રથ છે. જેમાં વિવિધ યોજનાઓ સામાન્ય માણસ સુધી સરકારની માહિતી પોહચે તે આ રથનો ઉદેશ્ય છે.
વધુમાં મંત્રી શ્રી એ જણાવ્યું કે ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે આ રથમાં અનેક યોજનાઓ છે. અને વડાપ્રધાનશ્રીનો ઉદેશ્ય છે ખાસ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવમાં આવી છે. મહિલાઓ માટે આજે ઘરના ઉંબરે થી આકાશ સુધી વિકાસ થાય અને સફળતા મળે તે માટે અનેક ક્રાંતિકારી નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે. આયુષ્માન કાર્ડ આજે નિઃશુલ્ક ૧૦ લાખ રૂપિયાથી કોઈપણ ગંભીર બીમારી સામે સારવાર મળશે.અને બિમારીઓથી કેટલી મુશ્કેલી પડતી હતી એ આજે આયુષ્માન કાર્ડ થકી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ.આજે તમામ વર્ગના લોકોને ધ્યાને રાખીને ખૂબજ ઉમદા પ્રયાસો થકી સરકાર આપના આંગણે અનેક યોજનાઓ લઈને ફરી રહી છે’
આ કાર્યક્રમમાં, કારોબારી સમિતિના ચેરમેન શ્રી અભેસિંહભાઈ મોહનીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ , મામલતદાર શ્રી શ્રી રાકેશભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવા, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો કમલેશ ગોસાઇ , સહિત અધિકારી શ્રીઓ કર્મચારી શ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

