Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગામે ગામ સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે : પાઈપલાઈન નાખવા 50% સબ્સિડી અપાશે

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

રાજ્માં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં અત્યારે અંદાજીત 300 થી 350 પિયત મંડળીઓ છે.

ગુજરાત રાજ્ય ઉદવહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે. આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનુ પાણી આપવા માટે પાઈપલાઈન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે. મહત્વનું છે કે, ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે.

Share

Related posts

ઝાલોદ નગરમાં અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગૌર પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમા નેશનલ કોરીડોરના નુકસાનની માંગણી પુરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી

gujaratjanekta

હવસખોર પિતાએ પુત્રી પર કર્યો બળાત્કાર, કેફી પીણું પીવડાવીને આચર્યું દુષ્કર્મ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial