Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ડિવિઝન પોલિસ દ્વારા વિવિધ ગુન્હાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો

પંકજ પંડિત- ઝાલોદ

ઝાલોદ ડિવિઝન અંતર્ગત આવતા છ પોલિસ સ્ટેશન વિસ્તારના તમામ પોલિસ પોલિસ અધિકારીઓ સ્થળ પર હાજર રહેલ હતા

અંદાજીત 123410 વિદેશી દારૂની બોટલ જેની કિમત અંદાજીત 1,48,89,000 ના દારુનો નાશ કરવામાં આવ્યો

આજરોજ તારીખ 14-12-2023 ના રોજ ઝાલોદ પોલિસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલિસ અધિકારી ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ ઝાલોદ, લીમડી, ચાકલિયા,સંજેલી ,સુખસર, ફતેપુરામાં વિવિધ ગુન્હા હેઠળ અલગ અલગ પોલિસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂને ઝાલોદ થી અંદાજીત 2 કિલોમીટર અંતરમાં આવેલ ફતેપુરા રોડના રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના માલનો જથ્થો બે હેવી રોલર અને એક જે.સી.બી ની મદદ થી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી તેમજ છ પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ મોટા પ્રમાણમાં પોલિસ સ્ટાફ હાજર રહ્યો હતો.
ડી.વાય.એસ.પી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલિસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓમા પકડાયેલ વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવેલ હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ , ડી.વાય.એસ.પી પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજીત 123410 વિદેશી દારૂની બોટલ જેની અંદાજિત કીમત આસરે 1,48,89,000 જેટલી થાય છે. આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી તેમજ છ જેટલા પણ.એસ.આઇ અને અન્ય પોલિસ સ્ટાફની હાજરીમાં આ તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

આસ્થા – શ્રધ્ધા અને પરંપરાનો સમન્વય એટલે બાધા છોડવા થતો ઢોલ મેળો

gujaratjanekta

🇮🇳”હર ઘર તિરંગા” 🇮🇳 ગુજરાત જન એકતા ન્યૂઝના સ્પોર્ટસ જર્નાલિસ્ટ પ્રદિપ ત્રિવેદીનો ખાસ અહેવાલ – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વિદેશમાં માસ્ટર ઇન ફર્નિચર ડિઝાઈનીંગમા પ્રથમ આવી નગરનુ નામ રોશન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial