Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદને ઘરે દરોડા : ₹ 300 કરોડ રોકડા મળ્યા

પ્રાપ્ત માહિતિ પ્રમાણે ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી આજે 300 કરોડ જેટલી રકમ IT વિભાગે જપ્ત કરી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં “બિનહિસાબી રોકડ” જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર ગયો છે. કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ “અત્યાર સુધીનું સૌથી વધુ” કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સૂટકેસ પણ મળી આવી છે. કોંગ્રેસનાં આ સાંસદનો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા પરદાફાશ થયાં બાદ ગુજરાતનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફેરેન્સ યોજી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતાં.

સી.આર.પાટીલે કહ્યુ કે કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખરગે પણ આ વિષયે ચુપ છે. કોંગ્રેસે હજુ સુધી આ બાબતે મૌન જાળવ્યું છે. જનતાનો લૂટેલો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરન્ટી છે. PM મોદીની ગેરન્ટી છે કે તેઓ ભ્રષ્ટાચારને જળમૂળથી ઊખેડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં આ એક સાંસદ પાસેથી આવી રકમ મળી છે તેવી તો કોંગ્રેસનાં અન્ય સભ્યો પાસે કેટલી રકમ હશે ??

Share

Related posts

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ

gujaratjanekta

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

gujaratjanekta

વિરોધ પ્રદર્શન : ભાજપ દ્વારા પાકિસ્તાનના વિદેશમંત્રીના વિરોધમાં સુત્રોચાર કરાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial