Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : પશુ દવાખાનાનું કામ અધવચ્ચે બંધ કરતા લોકોના હાલ બેહાલ

ગુજરાત સરકાર લોકો અને ઢોરોની સુખાકારી માટે લાખો – કરોડો રૂપિયાની જાહેરાત કરી લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માત્ર આશ્વાસન આપતી હોય તેમ દેખાય રહ્યુ છે.

ડભોઇ તાલુકાના દર્ભાવતી તરીકે જાણીતા ધારાસભ્ય શૈલેશભાઈ સોટ્ટાના હસ્તે તા. ૧૨ -૦૩-૨૦૨૩ ના રોજ ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાં એક જ દિવસે પશુ દવાખાના અને સ્કૂલનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યુ હતું. ગામના લોકોને એમ હતું કે હવે સમસ્યાનો અંત આવશે પણ કોણ જાણે કોની નજર લાગી ગઇ કે હાલમાં શાળાનુ કામ પુર્ણ થવાની તૈયારીમાં છે જ્યારે પશુ દવાખાનાનું કામ પ્લીંથ લેવલ સુધી પહોંચ્યું છે.

ભાજપના શાસનમાં ગોકળગતિએ ચાલતા કામો જોઈને ગામલોકોમાં કુતુહલતા સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે જે કામ સમય મર્યાદા પુર્ણ કરવાનું હતુ તે કામ હજુ સુધી માત્ર પ્લીંથ લેવલ સુધી જ પહોચ્યું છે. કોન્ટ્રાક્ટર કે અધિકારીઓની બેદરકારીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેમ ગામલોકો જણાઈ રહ્યા છે. પશુ દવાખાના બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા અધ વચ્ચે છોડી દેતા ગામના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ગામલોકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં વહિવટી તંત્રએ પણ આંખ આડા કાન કર્યા હોય તેમ લાગી રહ્યુ છે.

આ અંગે સ્થાનિક લોકો જણાવે છે કે, એક વર્ષથી આ રીતે ગોકળગતીએ કામગીરી ચાલી રહી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઉધ્ધતાઈ ભર્યા જવાબ આપવામાં આવી રહ્યો છે તેમજ કોન્ટ્રાક્ટર પોતાનો લુલો બચાવ કરતા કહે છે કે કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આમ વારંવાર સંતા કુકડીની રમત રમી રહેલા પશુ દવાખાના ડોક્ટર પણ મનફાવે ત્યારે આવે અને જાય છે.

ગામલોકોનુ કહેવુ છે કે ખાર્તમુર્હુત થયે આજે ૭ મહીના જેટલો સમય વીતી ગયો પણ જો વહેલી તકે કામ શરુ કરવામાં નહી આવે તો કલેક્ટરશ્રી તેમજ ધારાસભ્યને આવેદનપત્ર આપીશુ અને તેમ કરવા છતાં પણ પશુ દવાખાનાનું કામ શરૂ કરવામાં નહી આવે તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

Share

Related posts

ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા પોલ ખોલ અભિયાન હેઠળ વિવિધ વિસ્તારની મુલાકાત લીધી

gujaratjanekta

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

gujaratjanekta

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial