Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લાની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બન્યું અનેરું વન કવચ : સા.વ. લુણાવાડાના RFO જે.ટી મકવાણાની ઉત્કૃષ્ટ કામગીરી

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

સામાન્ય રીતે વાવેતર ની વાત આવે એટલે 1 ફૂટ નો ખાડો ખોદી, લીમડા, કદંબ, પેલ્ટોફોરમ, ગુલમહોર કે કશિદ જેવી પરપ્રાંતીય વનસ્પતિ નું વાવેતર કરી સંતોષ મેળવી લેવાતો હોઈ છે.
હકીકતે મધ્ય ગુજરાતનાં જંગલો માં જોવા મળતી દુર્લભ પ્રજાતીઓમાં આંકોલ, વાયવર્ણો, આલન, કુંભિયા, બિયો, ટેટૂ, બોંડારો, અન્દ્રખ, કુડી, ઇન્દ્રજવ, મોખો, આસિત્રો, કુસુમ વગેરે તથા મહુડા, બેહડા તથા શિમળા નાં વિશાળકાય વૃક્ષો પણ જોવા મળે છે.
ઉપર્યુક્ત વૃક્ષો માત્ર આપણા વનો ની શોભા જ નથી વધારતા પરંતુ અનેક પરાગકારકો જે આ તમામ વનસ્પતિઓ નો રસ ચૂસવા આવે છે અને અતિ ઉત્તમ મધ બનાવે છે.

આ પ્રકાર ની વનસ્પતિના પુષ્પો નાં રસ પર નભતા અનેકો જીવજંતુઓ ખેતરમાં પણ પરાગનયન નું કાર્ય કરી પાક તૈયાર કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે. જો આસપાસ ના વન, ગોચર, ખરાબા, શેઢાપાળા વગેરે ની જમીન પર આ પ્રકાર ના વુક્ષો આવેલા નાં હોય તો આ જીવજંતુઓ, પક્ષીઓ વગેરે ખોરાક માટે પાક ઉપર જ નિર્ભર રહે છે, પરિણામે પાક ને પણ મોટા પાયે નુકશાન થાય છે. વધુ મા આ આપણી સ્થાનિક પ્રજાતિઓ એ અતિ દુર્લભ એવી જડીબુટ્ટીઓ પણ છે.

આમ આવી જ સ્થાનિક પ્રજાતિઓ જે મૂળ મધ્ય ગુજરાતના વનોમાં જોવા મળે છે તથા લુપ્ત થતી જઇ રહી છે તો તેના સંવર્ધન ની જવાબદારી વન વિભાગ એ ઉપાડી લીધી છે તથા કલેકટરશ્રી લુણાવાડા ની સીધી દેખરેખ હેઠળ જ આ વન નું નિર્માણ થઇ રહ્યું છે. નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ ડી. જાની, જે પોતે પણ વનસ્પતિ શાસ્ત્રી પણ છે, અને આ પ્રકારની વનસ્પતિ નાં બીજ, ધરું, રોપા વગેરે ની સચોટ ઓળખ ધરાવે છે તથા પરિક્ષેત્ર વન અધિકારી શ્રી જે. ટી. મકવાણા પોતાના ઘનિષ્ઠ પ્રયત્નો થકી આ વનસ્પતિની રોપણી થી માંડીને તમામ પ્રકારની માવજત કરી ઉછેરી રહ્યા છે.

મહિસાગર જિલ્લામાં આ પ્રકારની મૂળ સ્થાનિક અને દુર્લભ પ્રજાતિઓ થી ભરપુર આ વાવેતર ખુદ કલેકટર કચેરી કમ્પાઉન્ડ માં થઇ રહ્યું છે. વાવેતર એક ખાસ પ્રકાર ની Miyawaki પદ્ધતિ થી થઇ રહ્યું છે જેમાં વૃક્ષો નો ઉત્તમ વિકાસ ખૂબ જ ટૂંકા ગાળા થશે.

Share

Related posts

સુરતમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, ટીશર્ટ પર લખ્યું ગેમ ઓવર, એટીકેટીમાં આ પગલું ભર્યાની આશંકા

Admin

દાહોદ મામલતદાર દ્વારા ગરબાડા ચોકડી પર નકલી એન એ ના હુકમોનો ભોગ બનેલા મિલકત દારોની દુકાનો પર નોટિસો ચોટાડાતા વેપારીઓમાં ખળભળાટ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ દાહોદમાં જે. એન્ડ આર. બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial