Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત

મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા. જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ જ્યારે ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખાંટનો વિજય થયો હતો તેમ જ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયત લુણાવાડા, બાલાસિનો, કડાણા , ખાનપુર, સંતરામપુર અને વીરપુર તાલુકા પંચાયતમાં પણ ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ વિજય બન્યા છે.

મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ કાંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે નંદાબેન ખાંંટનો વિજય થવા પામ્યો છે.
જ્યારે લુણાવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભલવેન્દ્રભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મીનાબેન ચાવડા જાહેર થયા છે.
કડાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મંજુબેન માલીવાડ અને ઉપપ્રમુખ તરીકે બીપીનભાઈ પંચાલ જાહેર ઘોષિત થયા છે.
સંતરામપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હરીશભાઈ વડવાઈ અને ઉપપ્રમુખ તરીકે આશાબેન ખાંટ વિજય બન્યા છે.
કાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રશ્મિકાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે નીશંતભાઈ જોષી ને વિજય ઘોષિત કરવામાં આવ્યા છે.
બાલાસિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સવિતાબેન ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે રામાભાઇ સોલંકી વિજય ઘોષિત થયા છે
આ મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં ઉપર મુજબ પ્રમુખ પ્રમુખ તરીકે વિજયી બન્યા છે… જિલ્લા પંચાયત કચેરી ખાતે શરણાઈઓના સુર વચ્ચે અને ફટાકડાઓ ફોડીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જીતેલા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

Share

Related posts

એક યુવતીના અસ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં whatsapp પર સ્ટેટસ તથા instagram માં વાયરલ કરતા આરોપીને તારાપુર આણંદ થી પકડી સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ.

gujaratjanekta

માર્ગ અને મકાન વિભાગ દાહોદ પંચાયત દ્વારા ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રોડ પર અને ઘુઘસ રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial