Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરી બાપુએ બેટી બચાવો પર ભાર મુકતા કહ્યુ : દેશને આંદોલનની નહી, જાગૃત થવાની જરૂર – શિવતાંડવ નૃત્‍યનો VIDEO થયો વાયરલ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુ એ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથાના આઠમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા હોવા જોઈએ પરંતુ આજે દેશની કમનસીબી છે કે વિદેશોમાં યુવાનો રાજકીય ક્ષેત્રે ભણેલા છે પણ અહી નથી.

 

બેટી બચાવો માટે આંદોલન કરવું પડે દેશ માટે શરમજનક છે દેશ માટે જાગૃત થઈએ તો જ ભારત દેશ મહાન બને તેવું જણાવ્યું હતું. પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે.

આધ્યાત્મિકતાનો અર્થ એ છે સારા ખરાબની સમજ,વ્યવહાર આચરણ, રહેણીકરણી સારી હોવી જોઈએ નહીં કે સફેદ ભગવા વસ્ત્રો પહેરી બહાર નીકળી જવું.

પંચમહાલનો મોરલો કહેવાતા ભરતનાટ્યમના કલાકાર ઇન્ટરનેશનલ પદ્મશ્રી એવોર્ડ મળેલ ભરતભાઇ બારીયા, અક્ષય પટેલે પોતાનુ પરફોર્મન્સ ઉપસ્થિત શ્રોતાઓને શિવજીના સ્વરૂપે પીરસ્યુ હતું.

સંતોની કથા સાંભળવાનું ફળ મળે કે ના મળે પરંતુ કથા સાંભળવાથી જીવન ક્યારેય નિષ્ફળ જતું નથી. બિલીપત્રની નીચે કે તુલસીની નીચે પાર્થિશ્વર શિવલિંગ બનાવી તેની પર જળ ચઢાવવું જોઈએ. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નથી તે આપણું દુર્ભાગ્ય છે.

દક્ષિણમાં આજે પણ ઘણા ગામોમાં સંસ્કૃત ભાષા બોલાય છે.વિશ્વમાં જે તે ધર્મગ્રંથ તેમની ભાષામાં છે અને તે ભાષા જ બોલાય છે પરંતુ આપણા ભારતમાં ધર્મગ્રંથોની સંસ્કૃત ભાષા આપણી રાષ્ટ્રભાષા નથી જે દુર્ભાગ્ય છે

લુણાવાડા ખાતે ચાલતી શિવકથાના કથાના મુખ્ય યજમાન રાકેશભાઈ પંડ્યા,દિપક કેસરી, ગોપાલભાઇ મહેતા, ચંદુભાઇ પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર તેમજ મહીસાગર જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા, દર્શનાબેન પંડ્યા,મહિસાગર ડીડીઓ સી. કે. પટેલ, અશોકભાઈ સોની, નવા વરાયેલા મહીસાગર જીલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનો લાભ લીધો હતો.

Share

Related posts

ચીનમાં કોરોનાને કારણે થઈ શકે છે 10 લાખ મોત, નવા સંશોધનથી ડરી દુનિયા, પરિસ્થિતિ ખતરનાક

Admin

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

Admin

IPLમાં જાણો કોની કેટલી બોલી બોલાઈ રહી છે, મોંઘા ખેલાડી તરીકે કોને તોડ્યો રેકોર્ડ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial