Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ગોધરાનું ગૌરવ

શ્રી ગોંવિદ ગુરૂ યુનિવર્સિટીની ઈન્ટર કૉલેજ ટેકવાન્ડો ટુર્નામેન્ટ શ્રી એમ. એન્ડ. વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ- હાલોલની યજમાની હેઠળ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોધરા સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજની વિનિયન શાખામાં સેમેસ્ટર-૫માં અભ્યાસ કરતાં સતીષ રામુભાઈ ભોઈએ ૫૪ કિ.ગ્રા. સુધીની શ્રેણીમાં કૉલેજના રમત-ગમત વિભાગના સહ-સંયોજક ડૉ. વિજય નિનામાના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ પ્રથમ ક્રમાકે વિજેતા બન્યા છે અને તેમની આ સિદ્ધના લીધે તેઓ યુનિવર્સિટી નેશનલ ટેકવાન્ડોની ૫૪ કિ.ગ્રા. સુધીની શ્રેણી માટે પસંદગી પામેલ છે. સતીષ ભોઈએ પ્રાપ્ત કરેલ સિદ્ધ બદલ કૉલેજ પરિવાર તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને યુનિવર્સિટી નેશનલ ટેકવાન્ડોમાં પણ વિજેતા બનીને કૉલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

Share

Related posts

ગોધરા RTO કચેરીના અધિકારી એમ.આર.ગજ્જર સહિત ૪ ઇન્સ્પેકટરોની બદલી !!

gujaratjanekta

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

gujaratjanekta

સર્વ શિક્ષા અભિયાન” જેવી યોજનાઓને પૂરક બનેલું મોડલ : બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial