Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કરોડોના ખર્ચે ચંદ્રયાન – 3 નું સફળ લોન્ચીંગ કરી શકાય તો પંચમહાલ-મહીસાગર માં “નલ સે જલ” યોજના અંતર્ગત પીવાનું પાણી કેમ નહી ???

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ગુજરાત માં અબજો રુપિયાના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત ગામડે ગામડે લોકોને શુદ્ધ પીવાનું  પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી હતી. પંચમહાલ અને મહીસાગર જીલ્લાના કેટલાંક એવા ગામો છે જ્યાં નલ સે જલ પહોંચ્યું જ નથી. મહીસાગર જીલ્લાના નવ રાબડીયા, રાજગઢ, ચંસર સહિત અનેક ગામોમાં પાણીની સમસ્યા યથાવત છે તેમજ કેટલાંક ગામોમાં વિજીલિયન્સ ની તપાસો ચાલી રહી છે બીજી બાજુ પંચમહાલમાં પણ આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થયુ છે !! હાલોલ તાલુકાના ગામડાઓ માં ઘરે ઘરે પાણી પહોંચાડવાની રાજ્ય સરકાર ની નલ સે જલ યોજના ની કામગીરી નો કેટલો અને કેવો લાભ ગામડાના લોકો ને મળ્યો છે, તે જોવા ગામડાઓ માં જઈએ તો વાસ્તવિકતા જોવા મળે તેમ છે અનેક ગામો ના લોકો સુધી આ યોજના જ પહોંચી નથી. લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હોવા છતાં ગામડાઓ માં વેરો ભરતા પરિવારો એ આજે પણ પાણી માટે ભટકવું પડી રહ્યું છે.

હાલોલ તાલુકાના વિટોજ ગામે રાજ્ય સરકારની ઘરે ઘરે પાણી પહોંચાડવાની આ યોજના હેઠળ 23 લાખ 6 હજાર રૂપિયા નો ખર્ચ કરવા છતાં આ ગામ ના જીતપુરા ફળિયા ના 100 જેટલા પરિવારો ના ઘર સુધી પાણી પહોંચ્યું જ નથી, નર્મદા નહેર ને અડીને આવેલા આ વિટોજ ગામ માં પેટા ફળિયા માં રહેતા પરિવારો એ આપબળે નાખેલી પાણી ની લાઇન કાપવા ગયેલા પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ નો ગામની મહિલાઓ એ ઉધડો લેતા પુરવઠા વિભાગ ના અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા.

અત્રે રહેતા આ પરિવારો માં 80% કુટુંબો પશુપાલકો છે, ફળિયા ની વસ્તી કરતા અહીં પશુઓ વધારે છે ત્યારે સૌથી મોટી સમસ્યા અહીં પાણી ની છે, ગ્રામ વિટોજ ગ્રામ પંચાયત દ્વારા અહીં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી, છતાં ગામલોકો પાસે પાણી વેરો વસુલવામાં આવી રહ્યો છે. 30 વર્ષ જેટલા સમય થી અહીં લગ્ન કરી આવેલી યુવતીઓ ના દીકરાઓ ની વહુઓ આવી ગઈ પરંતુ અમારે પાણી ની શાંતિ ના થઇ હોવાનો બળાપો ગામની મહિલાઓ કાઢી રહી છે.

ગામ ના હેન્ડ પંપો નકામા થઈ ગયેલા છે, જે ચાલુ છે ત્યાં નું પાણી પીવાલાયક નથી, આજુબાજુ આવેલી ખાનગી કંપનીઓ ના કારણે જળસ્રોત કેમિકલ યુક્ત બન્યા હોવાથી ગામ લોકોએ નર્મદા ની પાઇપ લાઇન કે જે સાત ગામો ને પાણી આપી છેલ્લા વિટોજ ગામ ના સંપ માં પાણી પહોંચાડે છે તે લાઇન માંથી પાણી પુરવઠા ના અધિકારીઓ ની હાજરી માં વાલ્વ મૂકી પાણી મેળવવા ની લાઇન નાખવામાં આવી હતી. અને 20 જેટલા લોકોએ તેનો ખર્ચ ભોગવી નળ કનેક્શન કર્યા હતા.

આજે પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ આ લાઇન કાપવા જતાં ગામલોકો ઉગ્ર બન્યા હતા. ગામ માં આ 20 જેટલા કનેક્શન માંથી જ આખા પેટા ફળિયા ના 100 જેટલા પરિવારો તેઓના પાણીની જરૂરિયાત સંતોષી રહ્યા છે અને તેઓના પશુઓ માટે પણ પાણી મેળવી રહ્યા છે. ત્યારે જો ગામ લોકોએ આપ બળે નાખેલી લાઈનો ના કનેક્શન પાણી પુરવઠા વિભાગ દ્વારા કાપી નાખવામાં આવશે તો ગામ લોકો ગાંધીજી માર્ગે જઈ આગળના વિટોજ, કડાચાલા માં જતું પાણી અંહી થી બંધ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

Share

Related posts

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા પૂજન દિવસ નિમિતે ઓજાર-શસ્ત્ર પૂજન ,મહિલા ભજન, સમૂહ આરતી જેવા પ્રોગ્રામ યોજાયા

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial