સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
મહીસાગર જિલ્લાના સંતરામપુર પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહેલા દલિત ક્લાર્ક ને હેરાન કરવાનો આરોપ હતો જેમાં દલિત ક્લાર્ક અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવતી હતી તે બાબતે મુખ્યમંત્રીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ તારીખ 29 જાન્યુઆરીના રોજ કડાણા મામલતદાર કચેરીમાં કારકુન તરીકેની ફરજ બજાવી રહેલા અલ્પેશ માળી
બાલાસિનોર ખાતે આવેલા પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ત્યારબાદ દલિત સમાજ દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર ની આવેદનપત્ર પાઠવીને પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ક્લાર્ક અલ્પેશ માળીની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે કશુંદારો સામે ફરિયાદ નોંધમાં કોર્ટમાં એડવોકેટ સોનાલી ચૌહાણ મારફતે ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરવામાં આવી હતી સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ, નાયબ મામલતદાર મહેસુલ એ.વી. વલવાઈ તેમજ નિલેશ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી.
મહીસાગર જિલ્લા કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળી કે જે દલિત સમાજના છે અને આ દલિત ક્લાર્ક અલ્પેશ માળીને સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એવી વલવાઈ, નિલેશ શેઠ અને પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા જાતિ વિશે એક શબ્દો બોલીને ખોટી ખોટી નોટિસો ફટ કરીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જે બાબતે દલિત અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ સહિત અન્ય ઉપલા વર્ગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બાબતે તારીખ 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ તારીખ 29 જાન્યુઆરીના રોજ અલ્પેશ માળી નો મૃતદે હ બાલાસિનોર ખાતે આવેલા પોતાના ઘરેથી મૃત હાલતમાં મળી આવેલ હતો જે બાબતે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દલિત ક્લાર્ક અલ્પેશ માડી દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્ર વાયરલ થતો અને સમગ્ર કિસ્સો મીડિયામાં આવતા દલિત સમાજ હરકતમાં આવી ગયો હતો.

SDM ખોટી નોટીસો આપી કેરિયર્સ ખરાબ કરી દેવાની ધમકી આપતા
અલ્પેશ માળીએ 21 જાન્યુઆરીના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઓફિસના ઉપલા વર્ગના અધિકારીઓ દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને જણાવ્યું હતું કે પોતે અમદાવાદ નો વતની છે અને કડાણા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવીએ છીએ પરિવારમાં વૃદ્ધ માતા પિતા છે ત્યારે રજાના દિવસો દરમિયાન જરૂર જણાય ત્યારે વતનમાં માતા-પિતાની દેખભાળ માટે જતા આવતો હતો જેથી તેના ઉપલા અધિકારીઓ હેરાન પરેશાન કરીને નોટિસ આપતા હતા અને જાતિ વિષયક સંબોધનો પણ કરતા હતા. વધુમાં સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ કામ વગર પ્રાંત કચેરીમાં બોલાવીને કામ વગરની નોટિસો આપીને કેરિયર પૂરું કરી દેવાની ધમકી આપતા હતા ઓપરેટર શૈલેષ પટેલ અવારનવાર તેના અંગત કામો કરાવતા હતા જે કામો કરવાની ના પાડતા કેરિયર બગાડી દઈશ તેવી ધમકી આપતા હતા બે ત્રણ મહિના સુધી પગાર પણ કરવામાં આવતો ન હતો જેથી બદલી કરવા માટે પણ રજૂઆત કલેકટર કચેરી મહીસાગર લુણાવાડા ખાતે પણ કરી હતી.
ક્રિમિનલ ઇન્કવાયરી ગ્રેવી રાખીને મહીસાગર પોલીસને આ તમામ વિરોધ આઈપીસીની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધાવવા માટે કોર્ટે આદેશ કરતો સમગ્ર મહિસાગર જિલ્લામાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો છે.

