Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કેન્દ્રીય વિદ્યાલય ગોધરા ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : નિવૃત્ત RFO વી.ડી.પરમાર ઉપસ્થિત રહ્યા

સંકેત પંડ્યા – એડિટર 

આજ રોજ 77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે ત્રિરંગો લહેરાવી સમગ્ર દેશ આઝાદીનું જશ્ન મનાવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય વિદ્યાલય ગોધરા ખાતે ચીફ ગેસ્ટ તરીકે માન.શ્રી સેવા નિવૃત્ત RFO વી.ડી.પરમાર, હોટલ શ્રીનાથ ના ગોવિંદભાઇ ભાવસાર ,અતિથિ વિશેષ ડૉ. મમતાબેન તેમજ અન્ય મહાનુભવો અને શ્રી.પી.એસ.પરમારની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ત્રણેય શાળાઓના આચાર્ય, શિક્ષકગણ, વિધ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળના પરિસરમાં વિધ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, નાટક, વિગેરે રજુ કરી અન્ય વિધ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં બાળકોના વાલીમિત્રો પરિવારજનો પણ જોડાયા હતા. હાજર સૌ નાગરિકોએ ત્રિરંગાને સલામી આપી આપના દેશના વિરોને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી તેમજ સૌએ મો મીઠું કરી સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

Share

Related posts

ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું..

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા ના નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરોઅધિકારીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

થર્ટી ફર્સ્ટની તૈયારી: જેતપુરમાંથી પોલીસે પકડી પાડી વિદેશી દારૂની ૧૯૨ બોટલ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial