Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લુણાવાડામાં વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ !

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક લુણાવાડામાં વહેલી સવાર થી જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જોકે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા લુણાવાડા તાલુકા વિસ્તારની બાતમી ને આધારે તપાસ કરતા લુણાવાડા ના વિરણીયા ચોકડી પાસેથી એક કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.

ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલ ની રેડ થતા સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાઈ છે જોકે હાલ સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગર સેલ ના દરોડા પાડતા ની સાથે ટાઉન પોલીસ સહિત પી આઈ ધેનુબેન ઠાકર ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોકે વહેલી સવારે ગાંધીનગર સ્ટેટ સેલ દ્વારા વિરાણીયા ચોકડી પાસેથી એક કારમાંથી 20 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે તેમાં 4 લાખ 50 હજાર થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની સાથે રોનકકુમાર રતનસિંહ બારીયા ઉંમર 23 ગામ રતનપુર ગોધરા ની વધુ તપાસ કરતા તેના દ્વારા અન્ય ત્રણ ઈસમો જે દારૂ ની હેરાફેરી કરતા જેઓ ના નામ ખુલ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં એક વર્ષમાં 20 થી 25 જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડ પાડવામાં આવ્યા હતાં જોકે લુણાવાડા તાલુકામાં જ પાંચ થી છ જેટલી જગ્યએ સ્ટેટ સેલ દ્વારા દારૂ જૂગાર સહિત અનેક ગુનાહિત પ્રવુતિ પર દરોડા થતાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે !!

Share

Related posts

હર ઘર તિરંગા ‘અભિયાન – દાહોદ કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયે Www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરી -જાણો વધુ

gujaratjanekta

મોહમ્મદ સિરાજે લીધી ૬ વિકેટ : એશિયા કપ ખિતાબ ભારતીય ટીમ જીત્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial