Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સુરતમાં રૂ.65 લાખની કિંમતના 10 સોનાના બિસ્કીટની લૂંટ : IITમાં અભ્યાસ કરનાર સહિત 4 આરોપી વડોદરાથી ઝડપાયા

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ભટાર રોડ ઉપર આવેલા કાપડીયા હેલ્થ ક્લબની નજીક સોનલ જ્વેલરીના કર્મચારીને સોનાના બિસ્કીટ ખરીદવાને બહાને બોલાવીને તેને ધક્કો મારીને રૂ.65 લાખની કીમતના 10 સોનાના બિસ્કીટની લૂટ કરીને નાસી જવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચની ટીમે એમ.પી.ના ઇન્દોરની ચાર જણાની ટોળકીને વડોદરા ખાતેથી ઝડપી લીધા હતા.પોલીસે 10 સોનાના બિસ્કીટ પણ કબજે કર્યા હતા.
ઘોડદોડ રોડ પર આવેલા સોનલ જ્વેલરીના કર્મચારી રાજેશ શાહ વેચવા અને રાજેશ જૈન એક દિવસ અગાઉ બપોરના 2 વાગ્યાના સુમારે શોપ પરથી રૂ.65 લાખની કીમતના સોનાના 10 બિસ્કીટ લઈને ભટાર રોડ મદનલાલ શાહ નામના વ્યક્તિને વેચવા માટે નીકળ્યા હતા. રાજેશ શાહ કાપડીયા હેલ્થ ક્લબની નજીક પહોચ્યાં હતા. ત્યારે જે નંબરની કાર કહેવામાં આવી હતી ત્યાં તેઓ ગયા હતા અને મદનલાલ શાહ ક્યાં છે એમ પૂછ્યું હતું. ત્યારે કારમાં બેઠેલા લોકોએ એમ કહ્યું હતું કે, મદનલાલ સામે જ છે એમ કહીને બિસ્કીટ જોવા માંગ્યા હતા અને પછી કારની પાછળના ભાગે લઈ જઈને રાજેશ શાહને મારી બિસ્કીટ લૂટીને ચારેય જણા નાશી ગયા હતા.
આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે લૂટ કરનાર ટોળકીનું પગેરું દબાચ્યું હતું જેમાં પોલીસને સફળતા મળી હતી અને મોડી રાત્રે જ ક્રાઈમ બ્રાંચન ટીમે વડોદરાની વરણામા પોલીસ સાથે સંકલન કર્યું હતું અને લૂટ કરનાર ટોળકી એમ.પી.ભાગી જા તે પહેલાજ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે દેવેન્દ્ર કૈલાશ નરવરીયા ૨ મહેશ (યાદવ નગર કોલોની ઇન્દોઃમધ્યપ્રદેશ,)મોહિત રાઘવેન્દ્ર વર્મા (રહે ગોયા કોલોની ઇન્દોર એમ.પી.,)સૌરભ મુકેશ વર્મા (રહે ગોયા કોલોની ઇન્દોર એમ.પી.)અને પીયુષ મોહનલાલ યાદવ રહે (ગોયા કોલોની ઇન્દોર એમ.પી.)ને પકડી લીધા હતા.પોલીસે રૂ.૬૫ લાખની કીમતના 10 સોનાના બિસ્કીટ પણ કબજે લીધા હતા. એક આરોપી મોહિત પોતે આઈ.ટી.માં અભ્યાસ કરે છે અને માતા પિતા ગુજરી ગયા બાદ પોતાની અને તેની બહેનની સ્કુલની ફી પણ ભરી શકતો નહોતો જયારે ગઈકાલે મદનલાલ સાથે જે મહિલા હતી તે વર્ષા પવારએ મોહિતને ગોલ્ડ વેચાણને બહાને લૂટ કરવાની ટીપ આપી હતી. અને વર્ષાના કહેવા મુજબ જ સોનલ જ્વેલર્સના કર્મચારીને ગોલ્ડ લઈને નાસી બોલાવીને પછી લૂટ કરીને જવાનું અને એમ.પી.જઈને ગોલ્ડ વેચીને સરખે ભાગે વહેચી લેવાનુ નક્કી કર્યું હતું.

 

Share

Related posts

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના નાનસલાઈથી લીમડી જતાં રસ્તા પર બાઇક સવારના અડફેટે એક રાહગીરનું મોત : બાઇક ચાલક બાઇક મૂકી ફરાર

gujaratjanekta

વડોદરા : ડભોઈ તાલુકાનું અરનીયા ગામ હેરન નદીના પુરના પગલે સંપર્ક વિહોણું – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial