Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

Global Leadersમાં PM મોદીનો દબદબો : અમેરિકાના બાઈડન, સુનક સહિત 22 દેશના દિગ્ગજોને પાછળ

સંકેત પંડ્યા – એડિટર

પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રધાનમંત્રી મોદીનુ નામ ચો તરફ ગુજીં ઉઠ્યુ છે.સર્વે અનુસાર વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વેમાં પીએમ મોદીને 78 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે.

‘મોર્નિંગ કન્સલ્ટ’નું આ રેટિંગ 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચેનું છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોર છે. તેમની એપ્રુવલ રેટિંગ 68 ટકા છે. આ પછી ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીઝ છે, જેમની રેટિંગ 58% છે. ચોથા નંબર પર ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલાની છે. મેલાનીનું રેટિંગ 52 ટકા છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં 5માં નંબરે છે. આશ્ચર્યની વાત એ છે કે ‘સુપર પાવર’ યુએસ પ્રમુખ જો બાઈડેન આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 40 ટકા છે. તેમના પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નામ આવે છે. તેમનું રેટિંગ પણ 40 ટકા છે.

ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ યાદીમાં 10મા સ્થાને છે.

Share

Related posts

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ

gujaratjanekta

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે HIV/AIDS Positive People Seva Mandal Dahod ખાતે અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટના દાતાશ્રી દ્વારા દર્દીઓ ને કીટ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલનું ગૌરવ…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial