Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ, દારુની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ

બુલટેલગરો બેફામ બની રહ્યા છે ગેરકાયદેસર દારુનો ધંધો કરતા બુટલેગરો દાહોદ પાંચીયાશાળા બોર્ડર પર વિજિલન્સની ટીમ પર ફાયરીંગ કરાયું હતું. દાહોદના ધાનપુરમાં પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગની ઘટના બની છે. સ્ટેટ વિજિલન્સ ટીમ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે આ બાબતે ફાયરીંગ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે.
વિજિલ્સની ટીમ દ્વારા બુટલેગરોના દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આ કડકાઈ દાખવવામાં આવી રહી છે. ત્યારે આજે દાહોદ જિલ્લામાં આ ઘટના સામે આવી હતી. જેમાં સામ સામે ફાયરીંગ થતા કોઈ મોટી જાનહાની અત્યારના સંજોગોના આધારે સામે નથી આવી પરંતુ ફાયરીંગની ગંભીર ઘટના આ વિસ્તારમાં બનતા ચકચારી વ્યાપી ગઈ છે.

પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ
દાહોદના ધાનપુરમાં પાંચીયાશાળ બોર્ડર પર વિજિલન્સની ટીમ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેથી ટીમે પણ બચાવમાં ફાયરીંગ કરવું પડ્યું હતું. પોલીસ અને બુલટેગર વચ્ચે સામ સામે ફાયરીંગ થયું હતું. ફાયરીંગના અવાજ દૂર દૂર સુધી આવતા લોકો પણ ચિંતિત બન્યા હતા.

પાંચીયાશાળમાં વિજિલન્સ ટીમ પર હુમલો 
બાતમીના આધારે વિજિલન્સની ટીમ દારુની રેડ કરવા માટે પહોંચી હતી. દારુની રેડ કરવા માટે પહોંચેલી ટીમ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને વિજિલન્સની ટીમ પર અચાનક જ ફાયરીંગ કરી દેવામાં આવ્યું હતું. જેનો પોલીસે પણ વળતો પ્રહાર ફાયરીંગ થકી કર્યો હતો. મળતી વિગતો અનુસાર વિજિલન્સની ટીમ પર ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દાહોદ ધાનપુર પાચીયાશાળમાં  બોર્ડર પર આ હુમલો કરાયો હતો.

ગુજરાતમાં દારુબંધી છતાં પણ છાસવારે દારુ પકડાવવાની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. બૂટલેગરોને પણ જાણે કોઈ ખોફ જ ના રહ્યો હોય તેમ તેઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર દારુ લાવીને વેચાણ કરતા બૂટલેગરો હવે બેફામ પણ બન્યા છે.

Share

Related posts

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

Admin

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial