Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

જામનગર: 14-15 જાન્યુઆરીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ જામનગર આવશે, તડામાર તૈયારીઓ શરૂ

જામનગર ખાતે 14 અને 15 જાન્યુઆરીના રોજ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ આવવનાના છે. માહિતી મુજબ આ બે દિવસ દરમિયાન તેઓ શહેરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જામનગરમાં બદરી મજારમાં ધર્મગુરૂના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જણાવી દઈએ કે, દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદ્દીના સાહેબ (ત.ઉ.સ.) 14 જાન્યુઆરીના રોજ સૈયદ મોહતાબાલા ઈસ્માઈલ બદરૂદ્દીન સાહેબના (રી.અ.) ના ઉર્ષ મુબારક પ્રસંગે જામનગર આવી રહ્યા છે. શનિવારે તઓ મજલીસમાં પધારશે અને 15 જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ મસ્જિદમાં વાએઝ ફરમાવશે.

પેલેસ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શન કાર્યક્રમ

ઉર્ષ મુબારક નિમિત્તે જામનગરમાં બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો આવશે. આથી બદરી મજારમાં પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ડો. સૈયદના સાહેબ જામનગર આવી રહ્યા હોવાથી દાઉદ્દી વ્હોરા સમાજમાં ખુશીનો માહોલ છે. તેઓ શહેરના પેલેસ ગ્રાઉન્ડ આયોજીત પ્રદર્શનમાં પણ હાજરી આપશે. 17 જાન્યુઆરીના રોજ તેઓ અમદાવાદમાં સૈયદના કુતબુદ્દીન શહીદ (રી.અ.)ના ઉર્ષ મુબારકમાં પધારશે.

ચાઈનીઝ દોરીના વેચાણ, ઉપયોગ પર પ્રતિબંધ

જામનગર સહિત રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા લોકોને સૂચન કરાયું છે. આ સાથે હાઈકોર્ટના નિર્દેશ મુજબ રાજ્યમાં ચાઈનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક શહેરોમાં તો પોલીસ દ્વારા રેડ પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકોની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરાઈ છે. કેટલીક જગ્યાએ પોલીસે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો પકડી પાડ્યો છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના દુરુપયોગ અંગે લોકોને જાગૃતિ કરવા માટે પોલીસ અને તંત્ર દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચાઈનીઝ દોરીનો ઉપોયગ ના કરવા માટે લોકોને જાગૃત કરવા ચૂંટણીની જેમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Share

Related posts

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪દાહોદ જિલ્લામાં કાયદા વિભાગના નાયબ સચિવ સી.બી.મખોડિયાના અધ્યક્ષસ્થાને માતવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાનાં સીમલીયા ખુર્દ ગામની પ્રસ્તુતાને108ના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી

gujaratjanekta

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial