Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લુંટારૂઓએ ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પાસે લઘુશંકા કરી પરત આવી રહે

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના ડાંગરીયા ગામે ધોળે દહાડે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલા ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના અજાણ્યા પેન્ટ શર્ટ ધારી લુંટારૂઓએ ફોરેસ્ટ નર્સરીની નજીક રોડ પાસે લઘુશંકા કરી પરત આવી રહેલી મહિલાના ગળામાં પહેરેલ રૂા. ૬૦,૦૦૦ની કિંમતની ત્રણ તોલાની સોનાની ચેન લુંટી લઈ તે મહિલાના પતિને દાતરડું મારી હાથે ઈજાઓ પહોંચાડી મોટર સાયકલ લઈ નાસી ગયાનું જાણવા મળ્યું છે.

ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારની પત્ની તેના ગામની ફોરેસ્ટ નર્સરીની નજીક રોડની સાઈડમાં લઘુશંકા કરવા માટે ગતરોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ગઈ હતી અને લઘુશંકા કરપી પરત આવી રહી હતી તે વખતે લાલ-કાળા કલરની મોટર સાયકલ પર આવેલ ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના ત્રણ અજાણ્યા પેન્ટ શર્ટ ધારી ઈસમોએ પ્રવીણભાઈ પરમારની પત્નીના ગળામાં પહેરેલ આશરે રૂા. ૬૦,૦૦૦ની કુલ કિંમતની ત્રણ તોલા વજનની સોનાની ચેન લુંટી લીધી હતી તે વખતે પ્રવીણભાઈ પરમાર પોતાની પત્ની પાસે દોડી આવતા ત્રણ પૈકીના બીજા બે ઈસો પ્રવીણભાઈ પરમાર પાસે ગયા હતા અને તામાનાં એક ઈસમે પ્રવીણભાઈ પરમારના કોણીથી નીચેના ભાગે લોખંડનું દાતરડું મારી ઈજા પહોંચાડી તે ત્રણે ઈસમો મોટર સાયકલ લઈ નાસી ગયા હતા.
આ સંબંધે ડાંગરીયા ગામના ટાંડા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ કાંતીભાઈ પરમારે દેવગઢ બારીયા પોલિસ સ્ટેશને ફરખિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે લુંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share

Related posts

દાહોદ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં (ABMMS)અખિલ ભારતીય મારવાડી મહિલા સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

દાહોદ ફાયર બ્રિગેડ દવારા ઓચીતી તપાસ કરતા સેફટી સાધનો ન હોવાના પગલે સાત કોમર્શિયલ ભાગો ને સીઝ કર્યા

Admin

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial