Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરત ગ્રામ્યમાં રાત્રે લૂંટફાટને અંજામ આપતાં લૂંટારાઓ ઝડપાયા : ઘાતકી હથિયાર વડે રસ્તે જતા લોકોને લૂંટતા હતા

વીડિયો લિંક અહીં કરો ડાઉનલોડ

https://wetransfer.com/downloads/37e5c3974fdacd101984a0fa5dcd970720230103095224/e713c2fc4e03c569fc71858f20b5556620230103095252/90d13c
———————————————–

સુરત ગ્રામ્યમાં લૂંટ ચલાવતી ઘાતકી ગેંગ રાત પડતા બાઈક લઈને સુરત ગ્રામ્ય વિસ્તારમાં નીકળી પડતી હતી. એકલ-દોકલ રાહદારીને ડરાવી ધમકાવી રોકડ, મોબાઈલની લૂંટ ચલાવતી અને જો રાહદારી પ્રતિકાર કરે તો ચપ્પુના ઘા મારી ફરાર થઇ જતી હતી. આવી જ એક લૂંટને અંજામ ઓલપાડના ઉમરા વિસ્તારમાં આપી આ ગેંગ ફરાર થઇ ગઈ હતી. શું હતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જુઓ આ વિશેષ અહેવાલ.

ઓલપાડ પોલીસના જાપ્તામાં ખુંખાર અને ઘાતકી લૂંટારાઓ ઝડપાયા છે. આ ગેંગ રાત પડતાની સાથે સુરત ગ્રામ્ય વિસ્તારમાં નીકળી પડતી અને એકલ-દોકલ જતા આવતા રાહદારીને હથિયાર બતાવી મોબાઈલની લૂંટ કરતા અને જો કોઈ રાહદારી પ્રતિકાર કરે તો તેના પર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી રાતના અંધારામાં ગાયબ થઇ જતા, આ ગેંગ 29 ડિસેમ્બરની રાત્રે ઓલપાડના ઉમરા વિસ્તારમાં રાહદારી પર ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા કરી મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા.

સુરત ગ્રામ્યમાં હાહાકાર મચાવતી આ ગેંગ ઝડપાઈ છે. બે દિવસ પહેલા પલસાણાના દસ્તાન અને સાંકી વિસ્તારમાં ફાયરિંગ કરી લૂંટ કરતી ગેંગના ત્રણ આરોપી ઝડપાયા હતા. સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ જિલ્લાને સુરક્ષિત બનાવવા એક્ટિવ થતા વધુ એક લૂંટારુ ગેન્ગ બેનકાબ થઈ છે. આ ગેંગે ઓલપાડના ઉમરા વિસ્તારમાં ચપ્પુના ઘા મારી રાહદારીને લૂંટ્યો હતો.

લૂંટ બાદ ઓલપાડ પોલીસ દોડતી થઇ હતી જોકે સુરત ગ્રામ્ય એલ. સી. બી એ બે લૂંટારા ને ઝડપી પાડયા હતા. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા પોલીસ કડક હાથે પૂછપરછ કરી રહી છે. આ ગેંગ એટલી ઘાતકી છે કે રાહદારી પર હુમલો કરતા ખચકાતી નથી.

લૂંટની ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે કામરેજના વેલંજા ચોકડી નજીકથી બે લૂંટારા રાજેશ પાત્ર અને કિશન રૂપાપરાને હથિયાર સાથે ઝડપી પાડ્યા જયારે ગૌતમ ઉર્ફે ટકો અને મયુરને વોન્ટેડ જાહેર કરી. વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પાસેથી હથિયાર, બાઈક મળી 43 હજાર નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી  છે

બાઈટ 1… બી. જી. ઈશરાની (સુરત ગ્રામ્ય એલ. સી. બી પી. આઈ )

Share

Related posts

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલ ની જાહેરાત પંચમહાલ જિલ્લા માંથી ચાર પોલીસ કર્મચારીઓ ની પસંદગી

gujaratjanekta

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

gujaratjanekta

વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ઝાલોદ પોલીસની લાલ આંખ : 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial