Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હવસખોર પિતાએ પુત્રી પર કર્યો બળાત્કાર, કેફી પીણું પીવડાવીને આચર્યું દુષ્કર્મ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી કિશોરીને તેના પિતાએ કોફી દ્રવ્ય પીવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. સાવકા પિતાએ તેની 16 વર્ષની પુત્રીને નશીલી દવા પીવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કામ કરવાના બહાને બહાર લઈ જઈને પિતા કેફી દ્રવ્ય પીવડાવીને તેને બેભાન કરીને તેની પર દુષ્કર્મ કરતો હતો.

સાવકા પિતાએ 16 વર્ષની સગીર દીકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમનો સાવકો પિતા વટવા વિસ્તારમાં રહે છે અને પ્રિન્ટીંગનું કામ કરે છે. પોતાની વાસના પૂરી કરવા માટે સાવકી પૂત્રી પર અનેક વખત આ પ્રકારે કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજારતો હતો. આ અંગે કિશોરીને દુખાવો ઉપડતા તેને તેની માતાને જાણ કરી હતી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેથી આ મામલે વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે પુત્રીનો મેડિકલ રિપોર્ટ લીધા બાદ આરોપી પિતાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તમામ મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. સાવકા પિતા દ્વારા બળાત્કાર ગુજારવાની ઘટનાઓ અન્ય રાજ્યોમાં પણ અગાઉ સામે આવી છે ત્યારે અમદાવાદમાં પણ શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

Share

Related posts

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં ઓવરસિઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇમ્ફોરમેશન અંગે સેમિનાર યોજાયો.

gujaratjanekta

પંચમહાલ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ મ.ચુ.કોઠારી પ્રા. શાળા ઝાલોદ દ્વારા “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial