Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

દિલ્હી – સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ અને રક્ષા મંત્રી સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે રાજ્ય શાસનનું સેવાદાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં બુધવારે કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથસિંહજીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા મંત્રી રાજનાથસિંહે તાજેતરની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર  સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share

Related posts

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

દર મહિને ૧૫% નફાની લાલચ : કાલોલ પંથકમાં નડિયાદની એક કેપિટલ ફાઇનાન્સ કંપની અને એજન્ટ બનેલા ખાનગી શાળાના શિક્ષકે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ હાથ અધ્ધર કરી દીધા હોવાની સ્ફોટક ચર્ચાઓ..!! – જાણો વધુમાં

gujaratjanekta

વલસાડ સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેનના કોચમાં લાગી ભયાનક આગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial