Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

તાલાલામાં સરકારી હોસ્પીટલ તો છે પરંતુ તબિબની ભારે ઉણપ .

તાલાલામાં સરકારી હોસ્પીટલ તો છે પરંતુ તબિબની ભારે ઉણપ

વર્ષ ૭૫૦૦૦ને સારવાર સાથે ૧૫૦૦૦ ઓપરેશન કરતી હોસ્પીટલમાં બેદરકારી
તાલાલા પંથકના ૪૫ ગામ તથા ગીરના જંગલમાં વસવાટ કરતી કુલ દોઢ લાખ માનવ વસ્તીને આરોગ્ય સેવા આપતી સરકારી હોસ્પિટલ દર્દીઓનાં પ્રવાહથી ઉભરાતી હોય હોસ્પિટલમાં વિના વિલંબે ઘટતી સુવિધાથી સજ્જ બનાવવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા ની સરકારી હોસ્પિટલમાં દર વર્ષે ૨૫૦૦ જેટલી પ્રકૃતિ,૧૫૦૦ નાના મોટા ઓપરેશન સાથે ૭૫ હજાર દર્દીઓને સારવાર આપવામાં આવે છે,હોસ્પિટલની કામગીરીમાં ઉતરોત્તર વધારો થાય છે છતાં પણ ગાયનેક સહિત નિષ્ણાંત તબીબોનું પોસ્ટીંગ થતું નથી,હોસ્પિટલમાં માત્ર સાતનો નર્સિંગ સ્ટાફ તથા દર્દીઓને દાખલ કરવા માટે એક માત્ર વોર્ડ હોય હોસ્પિટલની કામગીરી પ્રમાણે નર્સિંગ સ્ટાફ, પટ્ટાવાળા તથા જગ્યાના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે,હોસ્પિટલમાં ડિલેવરી ઓપરેશન સાથેની મોટાં પ્રમાણની ઓ.પી.ડી.ધ્યાને લઈ દર્દીઓને દાખલ કરવાની જરૂરી જગ્યા,નિષ્ણાંત તબિબો સાથે ઘટતા આરોગ્ય સ્ટાફ નું તુરંત પોસ્ટીંગ કરી ૪૫ ગામની ગ્રામીણ પ્રજાની પરેશાની દૂર ફરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.
Share

Related posts

ફતેપુરા થી ઝાલોદ જવા માટે નવીન એસ ટી રુટો શું કરવા માટે માંગણી કરવામાં આવી

gujaratjanekta

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

Admin

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial