Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ કહ્યું : ચાલો આવો બધા – મારો જૂનો કાર્યકર્તા ડો.ચંદ્રકાન્ત પંડ્યા જોડે ફોટો પડાવો

સંકેત પંડ્યા – એડિટર

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલોલના ભાજપના પાયાના કાર્યકર ડો.ચંદ્રકાન્ત પંડ્યાને મળ્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી. ૧૯૭૨ થી ડો. ચંદ્રકાંત પંડ્યા સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા. જેથી તત્કાલિન સમયે સંઘ પ્રચારક નરેન્દ્ર મોદી સાથે તેમના પરિવારનો  ખુબ જુનો નાતો હોવાનું જણાય છે. વર્ષો પહેલ‍ાના જુના સંબંધોની યાદ તાજી કરીને વડાપ્રધાને ડૉ ચંદ્રકાંત પંડ્યા અને તેમના પત્ની મિનાક્ષીબેન પંડ્યા સાથે ૧૦ મિનીટ સુધી વાતો કરી અને પરિવારજનોના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.ચંદ્રકાંત પંડયાના સન્માનમાં શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું હતું કે ચાલો આવો બધા – મારા ચંદ્રકાંત જોડે ફોટો પડાવો. આ મારો જૂનો કાર્યકર્તા છે ચંદ્રકાંત. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાતચીત કરીને મૈત્રીપૂર્ણ વ્યવહાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં મોરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વાર્તાલાપ

gujaratjanekta

દાહોદ મુકામે આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા સ્નેહ મિલન  તથા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial