Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આણંદ જિલ્લામાં આચાર સંહીતા ભંગની 90 ફરીયાદો મળી, બીજા તબક્કામાં છે મતદાન

 સંકેત પંડ્યા – એડિટર

10 દિવસમાં આચારસંહિતા ભંગની 90 ફરિયાદો મળી છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા લોકો તેમના મોબાઈલ થકી આસાનીથી ફરીયાદ કરી શકે માટે સી-વીજીલ એપ વિકસાવવામાં આવી છે. જે માધ્યમ થકી આ ફરીયાદો મળી રહી છે. તંત્ર દ્વારા તમામ ફરિયાદોનું નિરાકરણ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાંની કેટલીક ફરીયાદોનું નિરાકરણ કરાયું પણ છે. 

આણંદ જિલ્લાની સાત વિધાનસભા મતવિસ્તારના મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચને C-VIGIL નામની એપ્લિકેશન થકી 90 નાગરિકોએ આચારસંહિતા અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સિવાયની રાજકીય પક્ષોને લગતી ફરીયાદો પણ છે. 

ખાસ કરીને 10 દિવસમાં આચારસંહિતા ભંગની કુલ 90 ફરિયાદો મળી હતી તેમાં પરવાનગી વગર બેનરો લગાવવાની ફરિયાદનો પણ સમાવેશ થાય છે. તંત્રએ દાવો કર્યો હતો કે તમામ ફરિયાદોનો સત્વરે નિકાલ કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં મતદારો માટે મતદાન સરળ બને તે માટે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે હેલ્પલાઇન ટેલિફોન નંબર, વેબસાઇટ સહિતની એપ્લિકેશન તૈયાર કરી છે. આ તમામમાંથી મતદાર યાદીમાં કયા ભાગમાં, કયા ક્રમમાં તેમનું નામ નોંધાયેલ છે તેની માહિતી મતદારોને સરળતાથી મળી રહે તે માટે રાજ્ય કક્ષાએ આણંદ કલેક્ટર કચેરી ખાતે C-VIGIL નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેથી બન્ને પ્રકારનો ઉપયોગ કરી શકાય છે.

Share

Related posts

રાજકોટમાં બુધવારે C.M ના હસ્તે લોકમેળા નું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે – જાણો વધુ

gujaratjanekta

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

gujaratjanekta

આંતરરાષ્ટ્રિય કવીઝ કોમ્પિટિશન માં ગુજરાતનું હિર ઝળકયું: શેર બુલંદખાન બાબીએ પ્રથમ નમ્બર મેળવી વિદેશમાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial