Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં ચુંટણીનો શોર : સુરતની મહુવા બેઠક પર સ્ટાર પ્રચારોકની સાથે સાધુ મહંત પણ પ્રચાર માં ઉતર્યા

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં ચૂંટણીને લઈ તમામ પક્ષો મેદાને ઉતર્યા છે.આપ , ભાજપ , કોંગ્રેસ અને અન્ય પક્ષો ખૂબ જ જોર શૉરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે તમામ પક્ષોએ સ્ટાર પ્રચારકોની ટીમ મેદાને ઉતારી છે ત્યારે 2022 વિધાનસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે બધી પાર્ટીઓ ના સ્ટાર પ્રચારકો ની સાથે સાથે સાધુ સંતો અને મહંતો પણ ઉમેદવારો ના પ્રચાર અર્થે મેદાન માં ઉતર્યા છે ,ત્યારે 1008 મહામંડલેશ્વર કાલિદાસ બાબા પણ સુરત જિલ્લાની 170 મહુવા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર મોહન ધોડિયા ના પ્રચાર અર્થે મહુવા ખાતે પહોંચ્યા હતા અને પ્રચાર કર્યો હતો , કાલિદાસ બાબા અને ભાજપ ના ઉમેદવાર મોહન ધોડિયા સમર્થકો ની રેલી સ્વરૂપે લગભગ 40 જેટલા ગામો માં પ્રવાસ કર્યો હતો અને પ્રચાર કર્યો હતો જ્યાં ઠેર ઠેર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું , કાલિદાસ બાબા છેલ્લા 40 વર્ષ થી અન્ન જળ નો ત્યાગ કર્યો છે અને માત્ર નારિયેળ પાણી પર જીવિત છે , કાલિદાસ બાબા દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ ને પણ મળી ચુક્યા છે.

Share

Related posts

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી મહીસાગર જીલ્લામાં ઉપસ્થિતિ રહેશે !

gujaratjanekta

દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી

gujaratjanekta

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial