Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મહાનિરીક્ષકશ્રી,ચિરાગ કોરડીયા, પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ મીણા, પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના

 સંકેત પંડ્યા – એડિટર

મહાનિરીક્ષકશ્રી,ચિરાગ કોરડીયા,પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા શ્રી.બલરામ મીણા,પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે આજ રોજ તા.૧૮/૧૧/૨૦૨૨ ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ -૨૮ કેસો કરેલ છે. પ્રોહીબીશનમાં- જેમાં ગેરકાયદેસર દેશી દારૂના કુલ- ૨૮ કેસો , જે પૈકી ૨૪ કેસો દેશી દારૂના કબ્જાના જેમાં ૯૭ લીટર જેની કીંમત રૂપીયા – ૧૯૪૦/-નો પ્રોહી મુધ્દામાલ જપ્ત કરેલ છે અને ૦૪ કેસો પીવાના કરેલ છે. 

દેવ.બારીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૦/૨૦૧૧ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબના ગુનાના કામે છેલ્લા (૧૧ અગીયાર વર્ષથી) નાસતો ફરતો વોન્ટેડ આરોપી નામે રાકેશભાઇ રમેશભાઇ જાતે.ભાભોર રહે.પીપલીયા, તા.મેઘનગર ,જી.ઝાબુઆ (એમ.પી)નાને સ્થાનિક પોલીસના અધિકારી/ કર્મચારીઓ એ બાતમી આધારે આરોપી ખાનગી વાહનમાં બેસી દાહોદ આરટીઓ ચોકડી પર આવનાર હોય જેથી વોચ ગોઠવી આ કામનો આરોપી આવતા તેને પકડી ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-૩૬ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની   
 બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-૧૦૭ હેઠળ કુલ-૯૫ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-૧૫૧ હેઠળ કુલ-૧૪૫ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૦૯ હેઠળ કુલ-૨૧ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૧૦ હેઠળ કુલ-૧૭૩ અટકાયતી પગલા લીધેલ છે તથા ૦૧ પાસા માટેની દરખાસ્ત કરેલ છે અને પ્રોહી-૯૩ ના હેડ હેઠળ કુલ-૮૬ મળી કુલ-૫૨૧ અટકાયતી પગલા લીધેલ છે તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ-૦૧ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.
Share

Related posts

બીજા તો છ નંબરના છક્કાઓ છે – ભાષણમાં ફરી મધુ શ્રીવાસ્તવનો બફાટ

Admin

ઝાલોદના શિક્ષકે પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી

gujaratjanekta

પંચમહાલમાં ભાજપ-કોંગ્રેસના મતદારો વચ્ચે બબાલ, ઉમેદવાર પ્રભાતસિંહેની કારના કાચ તૂટ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial