Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આદમી પાર્ટીએ પ્રજાના મુખ્ય પ્રશ્નોનો ત્વરિત પુર્ણ થાય તેવી અપેક્ષા સાથે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ કાર્યકર્તાઓએ યોજ્યો

પંકજ પંડિત

1મે ગુજરાત સ્થાપના દિન નિમિતે ગુજરાતભર માં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ નું આયોજન કરેલ હતું જેમાં ઝાલોદ વિધાનસભા માંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે ભજનકીર્તન અને ઉપવાસ માટે ભેગા મળીને ઝાલોદના બ્લેન્ડિયા ખાતે એકઠા થઈ તેમજ ભાજપનુ સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાત અને કેન્દ્રમાં શાસન હોવા છતાં આમ ગુજરાતની ભોળી પ્રજાને ન્યાય આપવામાં ખરી નીવડી નથી . ગુજરાત ખૂબ મોટા પાયે તેમના મળતિયા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિલંબ શા માટે.?
બૂટલેગરો ,ડ્રગમાફિયાઓ , બળત્કારીઓ અને માથાભારે તત્વો આ શાસનમા ખુલ્લે આમ ફરે છે.નકલી કચેરીઓ ,સ્પર્ધાતમક પરીક્ષાઓમાં પેપરો ફૂટવા સહિત કાયદાકીય દાખલો ઉભો કરવામા પણ નિષ્ફળ નીવડી છે.ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળવાપાત્ર નથી .આવા ગુનાખોરોને આ શાસનમા છુટછાટ મળેલ હોય તેમ ભગવાન આ શાસકોને સદબુદ્ધિ આપે એ માટે પ્રતિક ઉપવાસનું આયોજન કરાયુ હોવાની ઝાલોદ પાર્ટી પ્રમુખનુ કેહવુ હતુ………

Share

Related posts

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

gujaratjanekta

ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial