Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના આંબા મુકામે koમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તેમજ THO તુષાર ભાભોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુથારવાશા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુણસિયા ગામના સરપંચ કટારા માનસિંગભાઈ દ્વારા 6 ટીબી દર્દીને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. એવું ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાબૂદ કરવાનો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રધાનમંત્રી, મુખ્ય મંત્રી, અને આરોગ્ય મંત્રી પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છે. આજ રોજ તા: ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.જે કાર્યક્રમમાં સરપંચ કટારા માનસિંગભાઈ. સભ્યોમાં મુનિયા ઝમખુ બેન ,ગણવા રામસિંગ ભાઈ ,રાઠોડ રાજકુમાર ભાઈ,
એસ.ટી.એસ. સંદીપભાઈ બારીયા, આરોગ્ય કેન્દ્રના સી.એચ.ઓ, પિરામલ ,સ્વાસ્થ્ય સંસ્થાના ડી.એલ.નીતેશ ડોડીયા તથા સેજલબેન હાજર રહેલ.જે અંતર્ગત ગુણસિયા ગામના સરપંચ દ્વારા કુલ ૦૬ ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ હતી.

Share

Related posts

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

gujaratjanekta

આણંદના તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ

gujaratjanekta

ઝાલોદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાપ્તાહિક એન.એસ.એસ. કેમ્પનું આયોજન મઘાનીસર ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial