Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

ભાજપે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા

 સંકેત પંડ્યા – એડિટર

ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ ના ફાળવાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. જેમાં મધુ શ્રીવાસ્તવ સહીતના ધારાસભ્યો અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવી જ રીતે અન્ય બેઠકો પરથી પણ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે.  ભાજપના કટ-ઓફ ઉમેદવારો ભાજપ સામે ભડક્યા છે અને કેટલાકે યાદીમાંથી નામ હટાવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે રીતે વડોદારની ત્રણ બેઠકમાં વિરોધ છે તેમ બોટાદ, ભાવનગર જિલ્લા સહિતના જે ઉમેદવારોના નામ કપાયા છે તેવા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. માતરના ધારાસભ્ય મોડી રાત્રે આપમાં જોડાયા છે.

માતરમાં ધારાસભ્યએ ભાજપને રામે રામ કહ્યા 
ત્યારે માતર બેઠકના ધારાસભ્યએ આપનો સાથ પકડ્યો છે. ખેડા જિલ્લાના માતરના નારાજ ધારાસભ્ય કેસરી સિંહે નારાજગી વ્યક્ત કરી હતી અને કેસરી સિંહે ગોપાલ ઈટાલિયા સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને તેઓ આજે આપ તરફથી ઉમેદવારો નોંધાવી રહ્યા છે. 

ભાવનગરમાં ગઈકાલથી ભડકો 
ભાવનગરની મહુવા બેઠક પર શિવા ગોહિલના નામની જાહેરાતથી મહુવા ભાજપમાં હોબાળો મચી ગયો હતો અને સમર્થકોએ ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કર્યો હતો. તાલુકા, જિલ્લાના 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. શિવા ગોહિલનું નામ જાહેર કરાયું હતું અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.

બોટાદમાં પણ કારણે ભડકો
સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામ વિરાણીને ટીકીટ આપતા સૌરભ પટેલના સમર્થકો નારાજ થયા છે અને સી.આર.પાટીલને રજૂઆત કરવા ગાંધીનગર રવાના થયા છે. ઘનશ્યામ વિરાણી વિસ્તારમાં નવા હોવાથી સૌરભ પટેલને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે. 

વિસનગર
વિસનગરમાંથી જશુ પટેલે પણ દાવેદારી કરતા ટિકિટ ના આપતા તેમને પણ અપક્ષમાંથી ફોર્મ ભરવા મન બનાવ્યું છે.

ગઈકાલે ભાજપે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક નામો સતત જીતતા આવ્યા છે તે સીટ પરથી કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત દિગ્ગજ નેતાઓને પણ ટિકિટ નથી આપવામાં આવી ત્યારે આ વિરોધ પણ જોવા મળી રહ્યો છે માટે અપક્ષમાંથી દાવેદારી ઉમેદવારો નોંધાવી રહ્યા છે.

Share

Related posts

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

તા. ૦૪ જૂન ના રોજ મતગણતરી હોવાથી મત ગણતરી મથકની ચારેબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સેલ્યુલર/મોબાઈલ ફોન કે વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ

gujaratjanekta

ચિત્રોડીયા માધ્યમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial