Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

અંકલેશ્વર દિવા રોડ પરથી શરાબ નો જથ્થો ભરેલ અર્ટીગા કાર સાથે એક બુટલેગર ઝડપાયો

 સંકેત પંડ્યા – એડિટર

અંકલેશ્વર દિવા રોડ પરથી શરાબનો જથ્થો ભરેલ અર્ટીગા કાર સાથે એક બુટલેગરની ધરપકડ

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા માટે બેફામ બનેલા બુટલેગરો સાથે સતત પોલીસ વિભાગ ની લાલઆંખ જોવા મળી રહી છે, જિલ્લામાં છેલ્લા એક માસ માં અનેક સ્થળે થી શરાબ નો વેપલો કરતા બુટલેગરો ને પોલીસે જેલના સળિયા ગણતા કર્યા છે તેમ છતાં હજુ ય નશાનો વેપલો કરતા તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ લાગી રહ્યું છે તેવામાં વધુ એક બુટલેગર પોલીસની પકડમાં આવ્યો છે,

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા થી અંકલેશ્વર તરફ અર્ટિગા ફોર વ્હીલ કાર નંબર જી.જે.૧૯ એ.એફ ૦૨૪૦ માં બુટલેગર રીંકુ રામુભાઇ વસાવા રહે,દહેલી ગામ વાલિયા નાઓ કાર માં ભારતીય બનાવટ ના વિવિધ બ્રાન્ડ ના શરાબ નો જથ્થો ભરી અંકલેશ્વર ના દિવા રોડ તરફ આવ્યો હોય પોલીસે વોચ ગોઠવી તેની કાર ને રોકી તલાશી લેતા તેમાંથી શરાબનો જથ્થો મળી આવ્યો હતો,

અંકલેશ્વર પોલીસે મામલે ભારતીય બનાવટ ના હજારોની કિંમત માં શરાબ નો જથ્થો સહિત કુલ ૫,૭૨,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર રીંકુ વસાવા ની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી છે

Share

Related posts

અંકલેશ્વર ની ગંગા જમના સોસાયટીમાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા દોડધામ

gujaratjanekta

આજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

gujaratjanekta

એસ.એસ.જી. હોસ્પિટલમાં નવજાતની જીવનરક્ષક સર્જરી : તબીબોએ નવજાત શિશુને આપ્યું નવજીવન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial