Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

 સંકેત પંડ્યા – એડિટર

આવતી કાલથી pm મોદી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમનો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરત સહિત મહત્વનો પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. 31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.

પાણીને લગતા વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી જિલ્લાના ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. 
થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો આ પ્રમાણે છે.
Share

Related posts

રાજનીતિ – ‘કાઢી મેલે તો કાઢી મેલે!’ ગુજરાત સરકારના બે મંત્રીઓનો ગપશપ કરતો વીડિયો વાયરલ !?

gujaratjanekta

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

gujaratjanekta

“બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને બ્રહ્મ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં મિશન જર્મની – ૧૧૧ અનેરો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial