Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

 સંકેત પંડ્યા – એડિટર

ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ગોજારી ઘટનાઓ સામે આવી છે,જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચાર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,

અકસ્માતની પ્રથમ ઘટના ભરૂચ ના ટંકારીયા ગામ નજીક સર્જાઈ હતી જ્યાં એસ.ટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનો ના મોત નિપજ્યા હતા,અકસ્માત ની ઘટના બાદ એક સમયે લોકોના ટોળા પર ઘટના સ્થળે ભેગા થયા હતા તેમજ મામલા અંગેની જાણ પાલેજ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશ નો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

તો અકસ્માત ની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાડી રોડ ઉપર બની હતી જ્યાં સ્વામિનારાયણ મંદિર નજીક એક ઇન્ડિગો કાર ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડ પર આવેલ વૃક્ષ માં ઘુસી જતા સર્જાયેલ અકસ્માત માં એક મહિલ સહિત બે લોકોના  મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,મામલે નેત્રંગ પોલીસ દ્વારા મૃતક ની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી,

Share

Related posts

આવતીકાલ 16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જાણો કુલ કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી, 18મીએ મત ગણતરી

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial