Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાત સાયન્સ સિટી દિવાળીના તહેવાર નિમિતે સોમવારે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર 
અમદાવાદ સાયન્સ સિટી દિવાળીના તહેવાર નિમિતે સોમવારે મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

ઉત્સાહભેર તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રકાશના આ પર્વ ની ઉજવણીમાં લોકોને વિજ્ઞાન ના પ્રકાશ સાથે જોડવા ગુજરાત સાયન્સ સિટી પણ સજ્જ છે. 24 ઓક્ટોબર એટલે કે આવતી કાલને સોમવારે દિવાળીના તહેવાર નિમિતે ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે. ખાસ કરીને સોમવારે સાયન્સ સિટી સામનાય દિવસોમાં બંધ રહેતો હોય છે પરંતુ વેકેશન નો માહોલ છે ત્યારે આ માહોલ માં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવતી કાલે આ નજારો જોઈ શકાશે.

સ્થાપના થઈ ત્યાર થી ગુજરાત સાયન્સ સિટી તમામ ઉમરના મુલાકાતીઓ માટે પસંદગીનું સ્થળ બની ગઈ છે. ખાસ કરીને રજાઓની સિઝનમાં સાયન્સ સિટી ખાતે મુલાકાતીઓનો ધસારો રહ્યો છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોની રજાઓમાં રેકોર્ડ નંબર માં મુલાકાતીઓ સાયન્સ સિટી ની મુલાકાતે આવ્યા હતા. વિજ્ઞાન ના પ્રકાશ સાથે લોકોને જોડવા કટિબદ્ધ ગુજરાત સાયન્સ સિટી મુલાકાતીઓના આ ઉત્સાહને આવકારે છે.
Share

Related posts

ઝાલોદ પાલિકાની પ્રી.મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર : વરસાદી પાણીના નિકાલ માટેની મોટી કેનાલમા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ચાકલીયા ચેકપોસ્ટ ખાતેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી રોકડા રૂા.૨૦ લાખની રકમ ઝડપાયી

gujaratjanekta

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial