Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

જમીનના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ પડાવી પડાવ્યા: ચાર સામે ગુનો દાખલ

 સંકેત પંડ્યા – એડિટર
રાજકોટમાં બોગસ જમીનના દસ્તાવેજ કરી એક આધેડ પાસેથી ચાર શખ્સોએ ૧ કરોડ જેવી મોટી રકમ પડાવી પાડી જેની નોંધ પોલીસમાં કરાવતા પોલીસે ફ્રોડોને પકડવા કાર્યવાહી હાથ ધરી જ્યારે બીજા બનાવની વિગતો મુજબ કાલાવડ રોડ પર રૂરલ હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ ક્વાટર્સમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતાં પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા (ઉ.વ.47)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ રાણા મકવાણા, જીતેન્દ્ર સોમા મકવાણા, ભરત મુછડિયા અને હિરા પમા સાગઠિયાના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે, 2019ના મિત્ર મારફત ચારેય આરોપીઓ ફરિયાદીને કાલાવડ રોડ પર રોયલ શોરૂમ પાસે મળ્યા હતા, ચારેય આરોપીઓએ રોણકીની જમીન પૈકીની એક એકર 20 ગુંઠા જમીન વેચવાની છે તે જમીન તેમની સંયુક્ત માલિકીની હોવાની વાત કરી જમીનનો સોદો રૂ. 1 કરોડ 1 લાખમાં નક્કી કર્યો હતો, આરોપીઓએ પોતે જમીનના સંયુક્ત ભાગીદાર હોવાના કેટલાક દસ્તાવેજ પ્રદીપસિંહને બતાવ્યા હતા.પ્રદીપસિંહે રૂ.1 લાખનો ચેક અને રૂ. 50 લાખ રોકડા સુથી પેટે આપ્યા હતા, ત્યારબાદ કટકે કટકે તમામ રકમ પૂરી કરી આપી હતી પરંતુ આરોપીઓએ દસ્તાવેજ કરી આપ્યા નહોતા, દસ્તાવેજ કરવાની વાત આવે ત્યારે આરોપીઓ અલગ-અલગ બહાના આપતા હોવાથી પ્રદીપસિંહને શંકા જતા તેમણે તપાસ કરતાં તે જમીન રમેશ બાબુભાઇ પરસાણાની હોવાનું ખુલ્યું હતું, આરોપીઓ દસ્તાવેજ કરી આપતા નહીં હોવાથી છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં અંતે તેમને ચાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથધરી છે.
Share

Related posts

માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ માં ભવ્ય તિરંગા યાત્રાની રેલી કાઢવામાં આવી હતી.

gujaratjanekta

ઝાલોદ ગોયલ પેલેસ ખાતે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત પ્રદેશની કાર્યકારિણી બેઠક યોજાઈ

gujaratjanekta

આવતીકાલે પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ઉજવાશે શિક્ષક દિન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial