Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વલસાડના ઉમરસાડી માં 126 મીટર લાંબો પેડેસ્ટલ બ્રિજ બનાવવામાં આવશે .

 સંકેત પંડ્યા – એડિટર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી પર લોકાર્પણ કરાયેલા અટલ બ્રીજની પેર્ટન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી પર રૂપિયા 9.50 કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રિજ ખાડીથી 26 ફૂટ ઊચાઈએ બનશે. જેથી દરિયાની ભરતીના પાણી નડશે નહિ. જેના પર 5.50 મીટર પહોળા અને 126 મીટર લંબાઈનો પેડેસ્ટલ બનશે. ઉમરસાડી ખાતે બીચનો વિકાસ થતા આ ગામ પર્યટન સ્થળ બનશે અને ગામના લોકોને રોજગારી મળશે એમ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું. પ્રોજેક્ટનું ગામના અગ્રણી ભરતભાઈનું સ્વપ્ન હતું. અને માટે ભરતભાઈ છેલ્લા 4-5 વર્ષથી પ્રયત્ન કરતા હતા. જેના ફોલોઅપમાં ગામના જ અને પારડી તાલુકાના સંગઠન પ્રમુખ મહેશભાઈના કારણે જ ભરતભાઈ આજે સ્વપ્નું સાકાર થઇ રહ્યું છે. એમ મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.મંત્રીએ જણાવી સર્વેને ગામના વિકાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ગામના સંરપંચ રાજુભાઇ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
Share

Related posts

ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : પશુ દવાખાનાનું કામ અધવચ્ચે બંધ કરતા લોકોના હાલ બેહાલ

gujaratjanekta

થર્ટી ફર્સ્ટની તૈયારી: જેતપુરમાંથી પોલીસે પકડી પાડી વિદેશી દારૂની ૧૯૨ બોટલ

Admin

ગુર્જર ભારતી દાહોદ અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારાકાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial