Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

વડોદરામાં કન્ટેનરે કાર અને રિક્ષાને હડફેટે લીધા બાદ દીવાલમાં ઘુસી ગયું

 સંકેત પંડ્યા – એડિટર

વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જયારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વડોદરામાં એક ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. શહેરના દરજીપુરામાં આ અકસ્માતની ઘટના બની હતી. કન્ટેનર રીક્ષા અને કારને ટક્કર મારીને એરફોર્સની દીવાલમાં ઘુસી ગયું હતું. સુરતથી અમદાવાદ તરફ જતા આ કન્ટેનરે એક ફોર્ડ ફિગો ગાડીને ટક્કર મારીને રોંગ સાઈડમાં કન્ટેનર જતા સામેથી આવતી રીક્ષાને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ કન્ટેનર એરફોર્સની દીવાલ તોડી અંદર ઘસ્યું હતું.

આ અકસ્માતમાં વાંદર ગામનો પરિવાર ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં 4ના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જયારે 2ના હોસ્પિટલમાં મોત થયા હતા.આજે મંગળવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને છકડાના પતરા કાપીને બહાર કાઢવામાં  આવ્યા હતા. કન્ટેનર દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોના મોટ દબાઈ જવાથી થયા હતા.  આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Share

Related posts

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓ મા રોષ

gujaratjanekta

ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!

gujaratjanekta

સંતરામપુરમાં કોલેજ રોડ વિસ્તારમાં હોન્ડા ગાંધી શો રૂમમાં આકસ્મિક આગ લાગવાથી શોરૂમ બનીને ખાખ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial