Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

પૂર્વ પસંદગીકારે જણાવ્યુ, આ બોલરે T20 વર્લ્ડકપમાં બુમરાહનું રિપ્લેસમેન્ટ હોવુ જોઇએ

 સંકેત પંડ્યા – એડિટર

પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અને પસંદગીકાર સબા કરીમે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની પસંદ જણાવી છે, તેને કહ્યુ કે જો બુમરાહ આગામી ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની બહાર થઇ જાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં લેવો જોઇએ. તે અનુભવી છે અને પાવર પ્લેમાં વિકેટ ઝડપી શકે છે.

શમીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ

મોહમ્મદ શમી કોવિડ પોઝિટિવ હોવાને કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધભારતની T20I ટીમમાં સામેલ નથી. શમીનો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T20I ટીમની જાહેરાત બાદ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, શમી વર્લ્ડકપ ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે સામેલ છે. મોહમ્મદ શમીએ આ વર્ષે જુલાઇ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી જ્યારે ટી-20 ક્રિકેટની વાત કરીએ તો ગત વર્ષે વર્લ્ડકપ પછી તેને T20I મેચ રમી નથી. જોકે, તે આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો અને તેને સારી બોલિંગ કરી હતી.

સાઉથ આફ્રિકા ટી-20 સીરિઝ માટે સિરાજને સામેલ કરાયો

બીસીસીઆઇ દ્વારા રિલીઝ કરવામાં આવેલી જાહેરાત અનુસાર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝની બાકી રહેલી બે મેચ માટે ભારતીય ટીમમાં બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બાકી રહેલી બે મેચમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. સિરાજે તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટ રમી છે અને ત્યા જોરદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

બુમરાહની ગેરહાજરી ટીમ માટે મોટો ઝટકો

સબા કરીમે સ્પૉર્ટ્સ 18ના શો સ્પોર્ટ્સ ઓવર ધ ટોપમાં કહ્યુ, તે (બુમરાહ) એક અનોખો બોલર છે. ટી-20 ફોર્મેટમાં તમારે આવા બોલરની જરૂર રહે છે જે નવા બોલથી વિકેટ કાઢે અને પછી ડેથ ઓવરમાં પણ બોલિંગ કરી શકે. જસપ્રીત બુમરાહ આવુ કરી શકે છે અને તાજેતરના વર્ષોમાં તેને આવુ કર્યુ છે, માટે તેનો વર્લ્ડકપ ટીમમાં ના હોવુ ભારત માટે મોટો ઝટકો હોઇ શકે છે.

Share

Related posts

વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

Admin

T20 World Cup: ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ક્યારે જશે, જાણો સંપૂર્ણ શેડ્યુલ

gujaratjanekta

બાય બાય…ગુડ બાય…2022 : ગુજરાત રાજ્યની ઘટનાઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial