Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

વડોદરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 મહિલાઓના કરું મોત થયા

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતના વડોદરામાં આજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં આજે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેમાં 2 મહિલાઓના મોત નિપજ્યા હતા જયારે 4 લોકોને ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

વડોદરામાં આજે દેવનગરમાં સવારે એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પ્રચંડ અવાજ આવ્યો હતો જેને કારણે સોસાયટીમાં હડકંપ મચી ગયો હતો અને લોકો પોતાની ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બ્લાસ્ટથી સોસાયટીની ધરા ધ્રુજી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દાવાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી અને આ ગંભીર દુર્ઘટનામાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શંકુતલાબેન જૈનનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનાથી સોસાયટીના 6 મકાનોને નુકશાન થયું છે હાલ પોલીસ દ્વારા FSL મદદથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Share

Related posts

સિંગવડ તાલુકામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો.

gujaratjanekta

જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા સાહેબશ્રી સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગ દર્શન

gujaratjanekta

મહેસાણા: વ્યાજખોરોના ત્રાસથી યુવકની આત્મહત્યાના કેસમાં બેદરકારી દાખવા બદલ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial