Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર બ્રહ્મ યુવાધન દ્વારા બીફોર નવરાત્રી યોજાઇ : જુઓ VIDEO

સંકેત પંડ્યા – એડિટર

ગોધરામાં બ્રહ્મ યુવાનો દ્વારા બ્રહ્મ શક્તિ ગરબા મહોત્સવ અંતર્ગત બંજારા પાર્ટી પ્લોટ ખાતે બીફોર નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ નવરાત્રી ગરબાની રમઝટમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાઈ ગરબે ઘૂમ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર મુખ્ય મથક ગોધરા ખાતે બ્રહ્મ યુવાનો દ્વારા સૌ પ્રથમ વાર ફક્ત બ્રહ્મ સમાજ માટે બીફોર નવરાત્રી ઉત્સવનું આયોજન કર્યુ હતું અને એ પણ ખુબ સફળ રહ્યું. ગોધરા ખાતે રહેતા બ્રહ્મ પરિવારના નવ યુવાનોએ બ્રાહ્મણો ક્યારેય એક નહિ થાય એ ઉક્તિને આજે ખોટી સાબિત કરી બતાવી છે.

જેમાં મોટી સંખ્યામાં ગોધરામાં રહેતા અલગ અલગ ગોળના લોકો એક સાથે તાલથી તાલ મિલાવી ગરબે ગુમ્યા હતા અને સંપૂર્ણ બ્રહ્મ સમાજના સૂત્ર સાથે બંધાઈને ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં નાના મોટા વૃદ્ધ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ભેગા થઈ ગરબાની રમઝટ બોલાવી માં શક્તિની આરાધના કરી હતી.

જેમાં માં જગત જનનીની આરતી બાદ ગરબો શરૂ કરવામાં આવ્યો હતો. અને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી, ભારત માતા કી જય ના જય ઘોષ સાથે ગરબાની પુર્ણાહુતી કરી હતી.

Share

Related posts

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરાયું

gujaratjanekta

પાટણની ચારેય વિધાનસભા બેઠક પર ભાજપનો વોટશેર વધ્યો , કોંગ્રેસનો ઘટ્યો

Admin

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેગાવાડા માં ગ્રામ દેવતા ની પૂજાઆખાં દેશમાં ૨૨ મી જાન્યુઆરી ને લઈને જાણે દિવાળી કરતાં પણ અલગ માહોલ છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial