Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડિજિટલ મોબાઈલ App ના ઉપયોગ વિશેનો ટ્રેનિંગ સેમિનાર કાશ્મીરાબેન પાઠકના નિવાસસ્થાને યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી મોબાઇલમાં ઓનલાઇન શોપિંગ, બેન્કિંગ જેવી એપ દ્વારા ઘરે બેઠા બેન્કિંગની લેવડ દેવડ સૌ કોઈ કરે છે અને તે સુવિધાઓથી માહિતગાર કરવા માટે ગોધરાની મહિલાઓ માટે એક ટ્રેનિંગ સેમીનાર મહિલા અગ્રણી કાશ્મીરાબેન પાઠક ના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો.

જેવી રીતે જૂની પેઢી પોતાનો ભૌતિક વારસો નવી પેઢીને સોપે છે બસ તેમ જ નવી પેઢી ટેકનિકલ વારસો જૂની પેઢીને આપી રહી છે. એટલે કે જેવી રીતે નરેન્દ્ર મોદીજી એ ડિજિટલ ઇન્ડિયા કીધું છે તેવી રીતે ઘરે ઘરે ગૃહિણીઓ પોતાને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જાણવુ જરૂરી બન્યુ છે. આજે માનવી દરેક બિલનુ પેમેન્ટ પોતે કરી શકે તેમજ પોતે દરેક એપ વાપરી શકે તથા પોતે ઓનલાઇન ખરીદી કરી શકે છે.દરેક મોબાઇલમાં જે એપો હોય છે તેનો ઉપયોગ કઇ રીતે કરવો જોઇએ તે આજની યુવા પેઢી દ્વારા ઉંમર માં મોટા લોકોને શીખવાડવા માટે એક નિશુલ્ક અને નિસ્વાર્થ પ્રયાસ કાશ્મીરાબેન પાઠકના ઘરે કર્યો હતો. જેમાં ખુબ મોટી સંખ્યાં બહેનોએ લાભ લીધો હતો.

 

આજની યુવા વિધ્યાર્થી મહિલા ટીમ દ્વારા ઉપસ્થિત સૌ કોઇ બહેનોને મોબાઈલ એપ વિશે વિશેષ જાણકારી આપી હતી તેમજ મોબાઈલ વર્કશોપ અપડેટ સેમિનાર નો ફાયદો વધુમાં વધુ લોકો કરી શકે તે વિશે સમજણ આપી હતી. આ અંગે વધુ માહિતી માટે આ કાર્યક્રમના આયોજક કાશ્મીરાબેન પાઠક, અભિષેકભાઇ પાઠક, વિહારી પંડ્યા અને તેમની ટીમ નો સંપર્ક કરવા જણાવાયુ હતું.

Share

Related posts

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની ગેલેરી કિંમતી ડોક્યુમેન્ટની કચરાપેટી બનાવી મુકતા તાલુકાના અધિકારીઓ

gujaratjanekta

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે

gujaratjanekta

સિદ્ધપુરમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, જુના ગંજબજારમાં જાહેરસભા યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial