સંકેત પંડ્યા – એડિટર
વિધાનસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક આંદોલનકારીઓ પોત પોતાની માંગણીઓ લઇ રેલીઓ, હડતાલ સ્વરૂપે મહામંથન કરી કરી રહ્યાંવહોય તેમ લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં આજ રોજ વ્યાયામશાળામાં રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃસ્થાપન સંયુક્ત મોરચાના બેનર હેઠળ રાજયના ૮ જિલ્લા (આણંદ, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર,પંચમહાલ, મહીસાગર અને દાહોદ) તથા બે મહાનગરપાલિકા (અમદાવાદ, વડોદરા) તથા બે પાલિકા (આણંદ નડિયાદ) કર્મચારીઓ નું આંદોલન યોજાયું. જેમાં આઠ હજાર થી પણ વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બપોરે ૧૨થી ૩ દ૨મ્યાન વિવિધ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, સભ્ય કર્મચારીઓ વચ્ચે જૂની પેન્શન યોજના, પાલિકા કર્મચારીઓને ગ્રેડ પે તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ના પરીપત્રો અને સાતમા પગારપંચ ના બાકીના હપ્તા જેવા કર્મચારીના અનેક પ્રશ્નો માટે મહારેલી સ્વરૂપે આંદોલન યોજાયું રાષ્ટ્રીય સંયુક્ત મોરચો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા, રાજયમાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના પુનઃ અમલી બનાવવા માટે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉના પડતર પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણની માંગ જોરશોરથી કરવામાં આવી રહી છે. જો કે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા હવે તમામ સંવર્ગના કર્મચારીઓ સંયુકતપણે આંદોલનને પ્રબળ બનાવી રહ્યા છે. જેમાં આજે મહાનગર પાલિકા ગ્રેડ-પે સહિત ના સરકારમાં પેન્ડિંગ ૨૮ પ્રશ્નો અંગે વિશદ્ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ પ્રશ્નોનું સરકાર દ્વારા સત્વરે નિરાકરણ જાહેર કરવામાં આવે તે માટે આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. નિવૃત કર્મચારીને મહિને માંડ રૂ।. ૧૫૦૦થી ૧૭૦૦ પેન્શન મળે છે કર્મચારીઓની આજે યોજાયેલ મહારેલીમાં આણંદ જિલ્લા સંયોજક નરેન્દ્રસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આજે જૂના ર૮ પડતર પ્રશ્નોના નિરાકરણની સરકાર પાસે માંગણી કરેલ છે. જે પૈકીની જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ છે. જેમાં કર્મચારી ૫૮ વર્ષે નિવૃત થયા બાદ સૌથી ઓછામાં ઓછું પેન્શન મળે છ .જીવનપર્યત પેન્શન મળતું હતું. અને આ હકકને વર્ષ ૨૦૦૪ બાદ સરકારે લઇ લીધો છે. જેથી કર્મચારીઓને હવે મહિને માંડ ૧૫૦૦થી ૧૦૦૦ મળી રહ્યા છે. જેમાં પરિવારનો નિર્વાહ કરવો ખરેખર ખૂબ મુશ્કેલ બન્યો છે. આથી જૂની પેન્શન યોજનાને પુનઃ સ્થાપિત કરવાની માંગ થઇ રહી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના ગુજરાતના હોદ્દેદારો આર પી પટેલ , રાકેશભાઈ ઠાકર ,પલ્લવીબેન પટેલ, અનિરુદ્ધસિંહ સોલંકી, રાજેન્દ્રસિંહ રાહુલજી, અશ્વિનભાઈ પટેલ, મેહુલભાઈ સેવક ,વિમલબેન જોશી ,જીતેન્દ્ર બારીઆ ,જીતેન્દ્ર પરમાર, જીતેન્દ્ર ઠાકર , ડી એમ ચૌહાણ ચેતનભાઇ વાળંદ તથા દરેક જિલ્લાના અને તાલુકાના અધ્યક્ષ, મંત્રી શ્રી ઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં આઠ હજાર કરતા પણ વધુ બહોળી સંખ્યામાં સરસ્વત મિત્રો, કર્મચારીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી મહા રેલીને મહારેલો માં ફેરવી હતી, દરેક જિલ્લામાંથી શૈલાબ ઉમટી પડ્યો હતો, જો હજુ પણ સરકાર પડતર પ્રશ્ર્નો નું નિરાકરણ નહીં લાવે તો આગળ પણ આશ્ચર્ય ચકીત કાર્યક્રમો આપવામાં આવશે .અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા નક્કી કરેલ કાર્યક્રમો પણ આગળ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

