Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!

રિપોર્ટર :-મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

ગોધરા તાલુકા ના રેહમત નગર (સદર)માં પાછલા ઘણા વર્ષો થી રોડ રસ્તા તેમજ સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વાત કરીએ મસ્જીદે ફરીદ ના મુખ્ય દ્વાર આગળ આવેલ રસ્તાની તેમજ ગટર ના પાણી ની સમસ્યાની જે સમસ્યા વર્ષો જુની છે પરંતુ વણાંકપુર ગ્રામ પંચાયત ના કોઈ તલાટી કે સરપંચ ને દેખાતી ના હતી ત્યારે ત્યાં સ્થાનિક રહીશો દ્વારા ગોધરા ના ધારાસભ્ય સી.કે રાહુલજીને રૂબરૂ મુલાકાત લઇ સમસ્યા નું નિરાકરણ લાવવા કેહતા ગોધરા ધારા સભ્ય એ તાત્કાલિક વણાંકપુર ગ્રામ પંચાયત ના સરપંચ ને બોલાવી આ ગટર નું સમારકામ કરાવવા 2.50 લાખ રૂપિયા ની ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ સરપંચ તેમજ તલાટી દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી.ત્યારે ત્યાં ના સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયા મારફતે વણાંકપુર ગ્રામ પંચાયત ના સરપંચ ને તાત્કાલિક આ રોડ તેમજ ગટર નું સમારકામ કરવા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ મારું ગામ સુંદર ગામ ના નારા આપી રહ્યા છે અને ગુજરાત રાજ્ય ના તમામ તાલુકાઓ સુંદર બને તેવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પરંતુ ગોધરા ના વણાંકપુર ગ્રામ પંચાયત આ તમામ લાભો થી વંચિત હોય તેમ લાગી રહ્યું છે !!

Share

Related posts

ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર ,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ, મદદનીશ કમિશનરશ આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

સિધ્ધપુર મા ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરાયૂ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial