Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગોધરા દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી જે તે વિવિધ સાહિત્ય સ્વરૂપોનાં પુસ્તકોમાંથી શ્રેષ્ઠ પુસ્તકોને ઍવૉર્ડ્ઝ આપવાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં 
કુમાર આર્ટસ ફાઉન્ડેશન , અમદાવાદ – વડોદરા અને ગોધરાના ઉપક્રમે વર્ષ 2021 માં પ્રગટ થયેલી શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટેનો એવોર્ડ સમારંભ -2022 કે જેમાં કુલ 12 સાહિત્ય સ્વરૂપો માટેના એવોર્ડ્સ છે . આ સમારંભ ડિસેમ્બર 2022 અથવા january – 2023 માં યોજાશે . અંતિમ તારીખ પછી આવેલી કૃતિઓ કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવાશે જ નહીં. લાઈફ ટાઈમ achievement award મા શ્રી સિતાંશુ યશશ્ચંદ્રને એનાયત કરવાનું નિયત થઈ ચૂક્યું છે.

વિગત કઈ રીતે ભરીને મોકલી આપવી ?

A 4 size ના કાગળમાં પોતાનું નામ , સરનામું , મોબાઈલ નંબર , વ્યવસાયની માહિતી , સાહિત્ય ક્ષેત્રે પ્રદાન , કયા એવોર્ડ માટે કૃતિ મોકલી છે તેનું સ્પષ્ટ નામ અને સાહિત્યપ્રકાર અને આ બાંહેધરી કે આ સાથે હું કુમાર arts foundation ના 2021 ના એવોર્ડ્સ માટે મારી કૃતિની એક નકલ મોકલી રહ્યો / રહી છું . આ સંસ્થા દ્વારા જે નિર્ણય લેવાશે , તે મને કબૂલ મંજૂર રહેશે . સંસ્થાને મોકલેલી કૃતિ કોઈ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી તેની મને જાણ કરેલી છે જેમાં મે સ્વેચ્છાએ મારી સંમતિ દર્શાવેલી છે . ” આટલું ટાઈપ કરીને તેની નીચે જમણી તરફ પોતાની સહી કરીને કૃતિની સાથે મોકલવાનું રહેશે. તદનુસાર , ૨૦૨૧ ના વર્ષમાં ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થયેલાં શ્રેષ્ઠ પુસ્તકોને નીચે પ્રમાણેના ઍવૉર્ડ આપવામાં આવશેઃ

(1) કવિતા – ડૉ . રણજિત પટેલ ‘ અનામી ’ ઍવૉર્ડ
( ૨ ) ગીત – ગઝલ : ડૉ . ચિનુ મોદી ઍવૉર્ડ
( ૩ ) ટૂંકીવાર્તા :શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ ઍવૉર્ડ
( ૪ ) નવલકથા : ‘ દર્શક ‘ ઍવૉર્ડ
( ૫ ) પ્રવાસ નિબંધ : ડૉ . ભોળાભાઈ પટેલ ઍવૉર્ડ
( ૬ ) આત્મકથા – જીવનચરિત્રઃ શ્રી કિસનસિંહ ચાવડા ઍવૉર્ડ
( ૭ ) નાટક – એકાંકી : શ્રી ચંદ્રવદન ચી . મહેતા ઍવૉર્ડ
( ૮ ) વિવેચન : ડૉ . સુરેશ જોષી ઍવૉર્ડ
( ૯ ) સંશોધન : ડૉ . ભોગીલાલ સાંડેસરા ઍવૉર્ડ
( ૧૦ ) હાસ્ય વ્યંગ : શ્રી બકુલ ત્રિપાઠી ઍવૉર્ડ
( ૧૧ ) બાળસાહિત્ય : શ્રી રમણલાલ નાનાલાલ શાહ ઍવૉર્ડ
( ૧૨ ) લોકસાહિત્ય : શ્રી પુષ્કર ચંદરવાકર ઍવૉર્ડ.
આ માટે લેખકો અને પ્રકાશકોને જે તે સ્વરૂપમાં પ્રકાશિત થયેલા પુસ્તકની ૧ નકલ , જે વિભાગ માટે મોકલ્યું હોય તેના નામ નિર્દેશ સાથે તા . ૧૫-૧૦-૨૦૨૨સુધીમાં કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન , ૧૪ , સમ્રાટનગર , બામરોલી રોડ , ગોધરા ૩૮૯ ૦૦૧. ( જિ . પંચમહાલ ) ના સરનામે મોકલવા વિનંતી મોડી આવેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં . ઍવૉર્ડ્ઝ અંગે નિર્ણાયકોનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે . ઍવૉર્ડમાં શિલ્ડ , ચંદ્રક અને પ્રતીકરૂપ રોકડ પુરસ્કાર સામેલ રહેશે .

Share

Related posts

પંચમહાલના ઇતિહાસમાં સૌ પ્રથમ : ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દુરબીનથી થયેલ કિડનીનું સફળ ઓપરેશન – જુઓ VIDEO

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ દ્વારા પીએમ પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial