સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો મોતને ભેટયા હતા.

ઓગસ્ટ 2021માં 314 અકસ્માત રખડતાં ઢોરને કારણે થયા હતા. જ્યારે સપ્ટેમ્બર 2021માં 372, ઓક્ટોબર 2021માં 447, નવેમ્બર 2021માં 438 ડિસેમ્બર 2021માં 375 અકસ્માત થયા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી 2022માં 375, ફેબ્રુઆરીમાં 359 અકસ્માત, માર્ચમાં 392 એપ્રિલમાં 465 અકસ્માત, મે મહિનામાં 444, જૂન મહિનામાં 423 જૂલાઇમાં 457 લોકો ઢોરની અડફેટે ચડયા તેવી માહિતી મળવા પામેલ છે.

વાત કરીએ જિલ્લા પ્રમાણે તો છેલ્લા એક વર્ષમાં રખડતાં ઢોરને કારણે બનેલી દુર્ઘટના આ મુજબ છે.
અમદાવાદ 524, કચ્છ 156,
અમરેલી 259, ખેડા 96,ગીર સોમનાથ 80, સુરત 248,
જામનગર 130, સુરેન્દ્રનગર 134,
જૂનાગઢ 204, તાપી 80,
વડોદરા 164, ડાંગ 97,
વલસાડ 95
આણદ 93, મહેસાણા 128,
અરાવલ્લી 117, મહીસાગર 132
બનાસકાંઠા 209 મોરબી 65,
ભરૂચ 94, નર્મદા 90,
ભાવનગર 218, નવસારી 86,
બોટાદ 66, પંચમહાલ 193,
છોટાઉદેપુર 139 પાટણ 90,
દાહોદ 282, પોરબંદર 87,
દેવભૂમિ દ્વારકા 70, રાજકોટ 175,
ગાંધીનગર 114, સાબરકાંઠા 145.

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ છે ત્યારે અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે. વડોદરામાં રખડતા ઢોરના કારણે યુવકે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો જૂનાગઢમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પંચમહાલ જીલ્લા માં પણ બી.વી ગાંધી પેટ્રોલ પંપ પાસે વ્યક્તિને ઉછાળવામાં આવ્યો હતો. ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ અંતે તંત્ર જાગ્યું અને રખડતા ઢોર પર એક્શન લેવાની વાત કરી. હાલ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે પરંતુ પંચમહાલ જીલ્લામાં ગોધરા ખાતે રખડતા ઢોર પકડવા તંત્ર નિષ્ફળ અને નિષ્ક્રિય હોય તેવુ દેખાય રહ્યુ છે. સરકારે રખડતા ઢોર પકડવાની જાહેરાત તો કરી પણ આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે? કારણ કે અગાઉ પણ આવી કાર્યવાહીઓ થઇ ચૂકી છે. પણ સ્થિતિ તેની તે જ રહી છે.

