સાહિલ શેખ – પત્રકાર
મહીસાગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં જંગલો આવેલા છે જ્યાં અવાર નવાર વન્ય પ્રાણીઓ દેખા દેતા હોય છે ત્યારે આજે એક એવીજ ઘટના સામે આવી છે. સંતરામપુર થી સીમલિયા રોડ પાસે વન વિભાગ દ્વારા તારની ફેનસિંગ વાડ બનાવવામાં આવેલી છે જ્યાં એક દીપડો પસાર થતા તે તારની વાડમાં ફસાઈ ગયો હતો અને ત્યાંથી જાતે નીકળી શકે તેમ ન હતો. રોડ પરથી પસાર થતા લોકોના અહીં ટોળા વળ્યાં હતા ત્યાર બાદ સંતરામપુર વન વિભાગને જાણ થતા તુરંત જ ફસાયેલા દીપડાને બચાવવા સંતરામપુર વનવિભાગની પૂર્વ રેન્જની ટિમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું હતું.
વન વિભાગના કર્મચારીઓ દ્વારા પાંજરું લાવીને દીપડાને તારની વાડ માંથી બચવાની કામગીરી હાથ ધરાઈ અને દીપડો તારમાં ફસાયેલ હોવાથી વેટેનરી ડોકટર ને પણ બોલાવવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પુરી વેટેનરી વિભાગ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી.

સમગ્ર ઘટના બનતા દિવ્ય ભાસ્કર દ્વારા મહીસાગર જિલ્લા વન વિભાગના DCF નેવીલભાઈ ચૌધરી સાથે વાતચીત કરી હતી જ્યાં તેઓ એ જણાવ્યું હતું કે
આજે સવારે માહિસાગર વન વિભાગ હેઠળની સંતરામપુર પૂર્વ રેન્જ અને એની સીમલિયા બીટ જંગલ વિસ્તારમાં એક દીપડો તાર ફેનસિંગમાં ફસાયો હોવાની માહિતી સંતરામપુર પૂર્વ રેન્જના વન વિભગના કર્મચારીઓને મળી હતી જેમાં આર.એફ.ઓ. સંતરામપુરના પૂર્વની માર્ગદર્શન અને સૂચના હેઠળ બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા સ્થળની તાપસ કરવામાં આવી હતી અને ખાતરી કરવામાં આવી હતી કે ત્યાં એક દીપડો ફસાયેલો છે અને ત્યાર બાદ વેટેનરી ડોકટરનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંથી દીપડાને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે રેસ્ક્યુ કેરીને અત્યારે તેને સંતરામપુર પૂર્વ રેન્જના તાબા હેઠળ રાખવામાં આવ્યો છે ત્યાર બાદ વેટેનરી ડોકટર પાસે તેની તપાસ કરાવતા દીપડો હાલ સેફ હાલતમાં છે અને સ્ટેબલ છે એટલે બોઉ ચિંતાનો વિષય નથી અને એને ટુક સમયમાં જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે. આ ફિમેલ લેબર્ડ હતું અને અંદાજીત તેની ઉંમર બે થી અઢી વર્ષની હતી.
મહીસાગર જીલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાના લોકોને ખાસ જણાવાયું હતું કે બંને તાલુકામાં 7 થી 10 દીપડા જોવા મળે છે અને અવાર નવાર તેના બનાવો દેખાવવાના કે વન્ય પ્રાણી દ્વારા કેટલ કિલિંગના પણ બનાવો બનતા હોય છે તો સર્વે લોકોને મારી વિનંતી છે કે જ્યારે પણ આવા એનિમલના પોતાના વાડાના કે ખેતરના આજુ બાજુના વિસ્તારમાં પગ માર્ક જોવા મળે કે તેનું સ્કેટ જોવા મળે કે અન્ય પ્રકારનું એનું ડાયરેકટ એવીડનસી જોવા મળે તો નજીકના વન વનભાગની કચેરીનો તાત્કાલિક સંપર્ક કરવો, બાળકોને ખુલ્લામાં ના સુવા દેવા અને કુદરતી હાજતે જાવ તો ક્યારે એકલા ના જવું અને જંગલ વિસ્તારમાં કુદરતી હાજતે જવાનું ટાળવું અને જો રાત્રે જંગલ વિસ્તાર કે આજુ બાજુના વિસ્તારમાં જવાનું થાય તો જોડે ટોર્ચ (બેટરી) નો ઉપયોગ કરવો અને કાઈ પણ એવું સંવેદનશીલ કે શંકાસ્પદ જણાઈ તો નજીકના વનવિભગનો સંપર્ક કરવો

